Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે મંદિરના પૂજારીને કેટલાક યુવાનોએ માર માર્યો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામ નજીકથી પસાર થતા રાજ્ય ધોરીમાર્ગ પર પંચમુખી હનુમાનજીનું મંદિર આવેલું છે. આ મંદિરમાં બ્રહ્મદેવદાસ જાનકીદાસ મહારાજ મૂળ રહે. ભગવાનપુર, બેગુસરાઇ, બિહારના પૂજારી તરીકે કામ કરે છે, અને મંદિર સંકુલમાં જ એક ઝૂંપડી બનાવીને રહે છે. ગત તારીખ ૩૦ મી ના રોજ પુજારી બ્રહ્મદેવદાસ સાંજે સાત વાગ્યે પુજા પાઠ કરીને જમીને આરામ કરતા હતા, તે દરમિયાન રાત્રિના આઠ વાગ્યાના અરસામાં ગામમાં રહેતા હરેશ મગન પાટણવાડીયા, કાટો વસાવા, કાલુ વસાવા, સઇદ ઉર્ફે રાજુ નામના ઇસમોએ મંદિરના કમ્પાઉન્ડમાં પ્રવેશ કરીને પૂજારી બ્રહ્મદેવદાસની ઝૂંપડી પાસે આવ્યા હતા. તેઓ પૂજારીને કહેવા લાગેલા કે અમે તૈયાર નોનવેજ લાવેલ છે, તમારી ઝુપડીમાં બેસીને ખાવું છે. પૂજારીએ આ બાબતે તેમને ના પાડી હતી, તેથી આવેલા ઇસમો ઉશ્કેરાઇ ગયેલ હતા અને પૂજારીને ગમેતેમ ગાળો બોલી ઝઘડો કરવા લાગ્યા હતા. આવેલા ઇસમો પૈકી હરેશ તથા રાજુએ પૂજારી બ્રહ્મદેવદાસને ઢીકાપાટુનો માર માર્યો હતો. કાલુ વસાવા નામના ઈસમે લાકડી વડે પૂજારીને બંને હાથના ભાગે તથા ઘુટણના ભાગે ચારેક સપાટા મારી દીધા હતા, કાટા વસાવા નામના ઈસમે હાથના ભાગે તેમજ પગના ભાગે ધારીયાનો દસ્તો મારી ઇજા પહોંચાડી હતી. ચાર ઈસમોએ પૂજારીને માર મારતા પુજારી બચાવો બચાવોની બૂમો પાડવા લાગ્યા હતા. આજુબાજુમાં કોઇ વસ્તી નહીં હોય કોઈ પૂજારીને બચાવવા આવેલ નહીં, જેથી પૂજારી તેમની ઝુપડી છોડી નાસી ગયેલ હતા. પૂજારીના નાસી ગયા બાદ ચારે ઇસમોએ પૂજારીની ઝુપડીમાં બેસી પૂજારીના વાસણોમાં જ નોનવેજ ખાઈ વાસણો ફેકી નુકસાન કર્યું હતું. અને બાદમાં ધમકી આપી હતી કે ફરિયાદ કરીશ તો તને જાનથી મારી નાખીશું. પૂજારી ત્યાંથી ભાગી ગયા બાદ નજીકમાં આવેલ પેટ્રોલ પંપ પર જઈ આશરો લીધો હતો અને તેમને માર મારેલ હોય તેઓએ દુખાવાની આયુર્વેદિક લેપ લગાવી જાતે જ દવા કરી હતી. ગતરોજ પૂજારીની તબિયત સુધારા પર આવતા તેમણે ઝઘડિયા પોલીસ મથકમાં હરેશ મગન પાટણવાડીયા, કાટો વસાવા, કાલુ વસાવા તેમજ સઇદ ઉર્ફે રાજુ તે અજીત મોહન પાટણવાડીયાનો જમાઈ આ તમામ રહે. ગોવાલી તા. ઝઘડિયા વિરુધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

માંગરોળ : પેરિસ હોટલનું તાળું તોડી તસ્કરો ચોરી કરી ફરાર.

ProudOfGujarat

અંકલેશ્વરના ખરોડ ગામે ખાણ ખનીજ કર્મીઓ પર થયેલ હુમલાનાં વધુ બે આરોપીની ધરપકડ કરતી તાલુકા પોલીસ…

ProudOfGujarat

માંગરોળ : ઝરણી ગામની સીમમાં ઈટના ભઠ્ઠા ઉપર કામ કરતી મજુર મહિલાએ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!