Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝઘડીયા તાલુકાની સગીર યુવતીને એક ઇસમ લગ્નના ઇરાદે ભગાડી ગયો હોવાની આશંકા.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના એક ગામનો કલ્પેશભાઇ દેવનભાઇ વસાવા નામનો યુવક ગત જાન્યુઆરી માસમાં તેના ગામની જ એક સગીર વયની યુવતીને લગ્ન કરવાના ઇરાદે પટાવી ફોસલાવીને ભગાડી લઇને નાસી ગયો હતો. આ બાબતે તે સમયે ઉમલ્લા પોલીસમાં ફરિયાદ લખાવવામાં આવતા પોલીસે આ યુવકની ધરપકડ કરી હતી. પોલીસ કાર્યવાહી બાદ આ યુવકને ભરૂચ સબજેલ ખાતે લઇ જવાયો હતો.

જાણવા મળ્યા મુજબ ત્યારબાદ તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. આ સગીર યુવતી છેલ્લા પંદર દિવસથી તેના અન્ય સંબંધીને ત્યાં રાજપારડી નજીકના એક ગામે રહેતી હતી. દરમિયાન ગતરોજ તા.૪ ના રોજ આ યુવતી વહેલી સવારે કોઇને કંઇ કહ્યા વિના ક્યાંક જતી રહી હતી. આ બાબતે પરિવારજનોએ યુવતીને શોધવા છતાં તેની કોઇ ભાળ મળી ન હતી, તેથી અગાઉ જે કલ્પેશ વસાવા નામનો યુવક તેને લગ્ન કરવાના ઇરાદે ભગાડી ગયો હતો તેજ યુવક જામીન પર છુટ્યા બાદ ફરીથી આ સગીર યુવતીને ભગાડી ગયો હોવાની શંકા આ સગીરાના પરિવારે વ્યક્ત કરી હતી. આ અંગે સગીર યુવતીની માતાએ રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવી હતી. યુવતીની માતાની ફરિયાદના આધારે રાજપારડી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

ભરૂચ જિલ્લા ના ઝઘડિયાના રાજપારડી ચાર રસ્તા નજીક દિશા સૂચક બોર્ડના અભાવે અર્ટિગા કાર ડીવાઈડર ઉપર ચઢી ગઈ..

ProudOfGujarat

સુરતમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો.

ProudOfGujarat

હાંસોટ ખાતે NCT ની પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા ખેતરોમાં પ્રદુષિત પાણીથી વ્યાપક નુકસાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!