ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે આજે ત્રીજી ઓગસ્ટના રોજ પ્રાથમિક શાળામાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત અન્નોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સૌને અન્ન સૌને પોષણના લક્ષ્ય સાથે આજરોજ ગરીબોને અન્ન વિતરણ કરવામાં આવ્યું હતું. રાજ્યના રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ સમાવિષ્ટ તમામ લાભાર્થીઓને વ્યક્તિ દીઠ ૩.૫ કિલો ઘઉં અને ૧.૫ કિલોગ્રામ ચોખા રાણીપુરા વ્યાજબી ભાવની દુકાન પરથી વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે રાણીપુરા ગામના સરપંચ જયંતીભાઈ વસાવા, ઉપસરપંચ પ્રજ્ઞેયભાઈ પટેલ, તલાટી રીટાબેન, એડવોકેટ સોહિલભાઈ દેસાઈ, વિરલભાઈ દેસાઈ, ભાવેશભાઈ પટેલ તેમજ જીગ્નેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું ઉદ્ઘાટન રાણીપુરાના સિનિયર સિટીઝન વસંતભાઇ પટેલ, ચીમનભાઈ પટેલ, જગદીશભાઇ પટેલ તથા મહિલાઓના હસ્તે કરવામાં આવ્યું હતું.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ