Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા : ગોવાલી ગામે ફાર્મ હાઉસના માલિકને માર મારી ધમકી આપતા ત્રણ ઇસમો સામે ફરિયાદ.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ગોવાલી ગામે ફાર્મ હાઉસ ધરાવતા એક ઇસમને ગોવાલીના એક સહિત ત્રણ ઇસમોએ માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપતા ઝઘડીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.

મળતી વિગતો મુજબ અંકલેશ્વરના હાંસોટ રોડ પર રહેતા ધીરેન્દ્રસિંહ રઘુવીરસિંહ રાઠોડ ગતરોજ ઝઘડીયા તાલુકાના ગોવાલી ગામે પોતાના ફાર્મ હાઉસ પર હાજર હતા તે દરમિયાન ગોવાલી ગામનો હરેશભાઇ મગનભાઈ પાટણવાડીયા નામનો ઇસમે તને મસ્તી ચઢી ગઇ છે આજે તને જાનથી મારી નાંખીશુ,એમ ધમકી આપતા ધીરેન્દ્રસિંહ ગભરાઇ ગયા હતા અને તેઓ પોતાની મોપેડ ગાડી લઇને ફાર્મહાઉસ તરફથી ગોવાલી ગામ તરફ આવી રહ્યા હતા ત્યારે ગામના બસ સ્ટેન્ડ નજીક તેમને રોકીને હરેશ પાટણવાડીયાએ તેમને લાકડાના દંડા વડે મારતા પગ પર ઇજા થઇ હતી, તેમજ જાંગના ભાગે પણ ચાર પાંચ સપાટા માર્યા હતા. ઉપરાંત હરેશની સાથેના અન્ય ઇસમે પણ તેમને બરડાના ભાગે ત્રણેક સપાટા મારીને એકટિવા મોપેડને પણ નુકશાન કર્યુ હતુ. આ બાબતે ધીરેન્દ્રસિંહ રાઠોડ રહે.હાંસોટ રોડ અંકલેશ્વરનાએ હરેશ મગનભાઈ પાટણવાડીયા તેમજ અન્ય બે અજાણ્યા ઇસમો વિરુધ્ધ ઝઘડીયા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

ઉમરપાડા તાલુકાના વાડી ગામે અને માંગરોળ તાલુકાના વાંકલ મેઈન બજારમાં બિરસા મુંડા રથનું સ્વાગત કરાયું.

ProudOfGujarat

જંગલ સફારી પાર્કમાં સિંહણના બે બચ્ચાં પિંજરામાં ટહેલવા નીકળતા પ્રવાસીઓનું આકર્ષણ બન્યા.

ProudOfGujarat

કચ્છી તીર્થ મહેતાએ એશિયન ગેમ્સમાં લહેરાવ્યો તિરંગો, ઇ-સ્પોર્ટ્સ હાર્થસ્ટોન રમતમાં બ્રોન્ઝ મેડલ જીત્યો….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!