Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયામાં ૭૧ વનમહોત્સવોમાં રોપાયેલા વૃક્ષો પૈકી કેટલા પરિપકવ થયા?! : કે પછી ફક્ત ફોટા પડાવવા કાર્યક્રમો યોજાય છે ?! આ બાબતે પ્રશ્નાર્થ સર્જાયો.

Share

પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોનું મહત્વનું યોગદાન હોય છે. આજે આપણે જોઇએ છીએ કે દરરોજ ખુબ મોટી સંખ્યામાં વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યુ છે. વનવિભાગ દ્વારા વારંવાર વન મહોત્સવો યોજાતા હોય છે. આવા કાર્યક્રમોમાં સંખ્યાબંધ વૃક્ષો રોપાતા હોય છે. ઝઘડીયા તાલુકામાં પણ આગામી ૩૦ મી તારીખના રોજ ઝઘડીયાની એક કંપનીમાં ૭૨ મો વન મહોત્સવ ઉજવવામાં આવશે એવુ જાણવામાં આવ્યુ છે. આ મહોત્સવનો ક્રમાંક ૭૨ મો છે, ત્યારે આની પહેલા ૭૧ મો વન મહોત્સવ યોજાઇ ગયો એ વાત તો નક્કી જ ગણાય ! આ બધા વન મહોત્સવોમાં સંખ્યાબંધ વૃક્ષો રોપાયા હશે એ વાત પ્રસંશનીય ગણાય પરંતુ એ રોપેલા વૃક્ષો પૈકી કેટલા વૃક્ષો ઉછર્યા? તે બાબતે પણ વિચાર વિમર્શ જરૂરી ગણાય.

વન વિભાગ પાસે અત્યાર સુધીમાં આવા કાર્યક્રમોની પુરી આંકડાકીય વિગત તો હશે જ, અને કયા સ્થળે અને કેટલી સંખ્યામાં વૃક્ષો રોપાયા હતા તેમજ તેમાંથી કેટલા છોડની કાળજી લેવાઇને છોડ પરિપક્વ થયા ? આવા પ્રશ્નો જનતામાં ચર્ચાઇ રહ્યા હોવાની વાતો જાણવા મળી છે કે પછી વન મહોત્સવોમાં વૃક્ષારોપણ ફક્ત ફોટા પડાવવા જ કરવામાં આવે છે ? આ બાબતે પણ જનતામાં સવાલો ઉઠવા પામ્યા છે. અત્યારસુધીના આવા ક‍ાર્યક્રમોમાં રોપાયેલા વૃક્ષો પૈકી કેટલા માવજત પામીને પરિપક્વ થયા એ બાબતે આર.ટી.આઇ માંગવામાં આવે તો સત્ય બહાર આવી શકે તેમ છે !

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

રાજપીપળા : ગરુડેશ્વર તાલુકા પંચાયત કોંગ્રેસનાં વિરોધ પક્ષનાં નેતાએ દાહોદનાં સાંસદ જશવંતસિંહની હાજરીમાં ભાજપમાં પ્રવેશ કર્યો.

ProudOfGujarat

નડિયાદ : બિલોદરા પાસે અજાણ્યા વાહનની ટક્કરે બાઈક ચાલકનું મોત.

ProudOfGujarat

અંકલેશ્વર પાલિકા દ્વારા શહેરના રિ-ડેવલપમેન્ટને લઇને 122 જેટલા દુકાનદારોને કેવિયત નોટિસ પાઠવાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!