Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝધડિયાના હરિપુરા વાંદરવેલી ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી 

Share

ઝધડિયાના હરિપુરા વાંદરવેલી ગામની સીમમાંથી ભરૂચ એલ.સી.બી ની ટીમે એક લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી ફરાર બુટલેગરને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. પોલીસ સૂત્રીય માહિતી મુજબ ભરૂચ એલ.સી.બી ની ટીમ ઝધડિયા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન મળેલી બાતમીના આધારે વાંદરવેલી હરિપુરા ગામની સીમ માં રેડ કરી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જોકે બુટલેગર સુરેશ રતિલાલ વસાવા ફરાર થઇ ગયો હતો. એલ.સી.બી પોલીસે સ્થળ પરથી 1,04,400 કિંમતના વિદેશી દારૂનો જથ્થો કબ્જે કરી ફરાર બુટલેગર વિરુદ્ધ ઝધડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી સુરેશ વસાવાને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

અંક્લેશ્વરમાં વરસાદી પાણી જીનવાલા સ્કુલ કંપાઉન્ડમાં ફરી વળ્યા…

ProudOfGujarat

છોટાઉદેપુર : આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને કરાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજાઈ.

ProudOfGujarat

રાજકીય પાર્ટીઓને છોટુ વસાવાનો લલકાર, આદિવાસીઓ સત્તામાં નહીં આવે એવો ફાંકો રાખતા હોય તો કાઢી નાખજો…ગુજરાતમાં તમામ સીટો પર અમે ચૂંટણી લડીશું અને જીતીશું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!