ભરૂચ જિલ્લાના ઝઘડીયા અને નેત્રંગ તાલુકાના ગ્રામ્ય વિસ્તારો સાથે જોડાયેલા કુલ પાંચ જેટલા રસ્તાઓનું નવીનીકરણ કરવામાં આવશે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવા, રાજ્યસભાના માજી સાંસદ ભરતસિંહ પરમાર, ભરૂચ જિલ્લા ભાજપા પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા, ઝઘડીયા ભાજપાના માજી પ્રમુખ ધર્મેન્દ્રસિંહ માટીએડા, નેત્રંગ તાલુકા ભાજપા માજી પ્રમુખ માનસિંગભાઇ વસાવા તેમજ ઝઘડીયા ભાજપા અગ્રણી રવજીભાઇ વસાવાની રજુઆતથી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ દ્વારા આ બે તાલુકાઓના કુલ પાંચ જેટલા રસ્તાઓ કાચાથી ડામરવાળા બનાવવા માટે રૂ.સાડા આઠ કરોડની ફાળવણી કરવામાં આવી છે.
આ રસ્તાઓમાં ધારોલીથી ભિલોડ રોડ, માંડવીથી જામોલી રોડ, વણખુંટા પાડાથી કોલિયાપાડા રોડ, નવાગામ મોરતલાવ રોડ તેમજ વિરવાડીથી માલપોર રોડનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે અગ્રણીઓની રજુઆતથી આ બન્ને તાલુકાના આ ગ્રામ્ય રસ્તાઓનું રૂ.૮.૫૦ કરોડના ખર્ચે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ નવીનીકરણ કરવામાં આવશે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ