ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે ઝઘડીયા તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા ઝઘડીયા નાયબ કલેક્ટરને વિવિધ મુદ્દાઓને લઇને આવેદન આપવામાં આવ્યુ હતુ.
આવેદનમાં જણાવાયા મુજબ ઝઘડીયા ગામમાં ઠેરઠેર કચરાના ઢગલા હોવાથી રોગચાળાની દહેશત છે તેમજ નગરના રસ્તા પણ ખરાબ હોવાનુ આવેદનમાં જણાવાયુ હતુ. ઉપરાંત ઝઘડીયા ખાતેની જીઆઇડીસીમાં સ્થાનિક લોકોને રોજગારી આપવી, તાલુકાના નર્મદા કાંઠાના ગામોએ થતુ ગેરકાયદેસર રેતખનન અટકાવવું, તાલુકામાંથી પસાર થતો સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો માર્ગ બિસ્માર હોવા બાબત, તાલુકામાં રેત માફીયાઓ દ્વારા રેત ખનન કરીને ઓવરલોડ વાહનો ચલાવાતા રસ્તા ખરાબ થવા સાથે જીવલેણ અકસ્માતો થાય છે તે બાબત તેમજ ઝઘડીયા જીઆઇડીસીની વિવિધ કંપનીઓમાં ચાલતા કોન્ટ્રાક્ટમાં સ્થાનિક લોકોને રોજગારી આપવી જેવી વિવિધ માંગો સાથે આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ ઝઘડીયા નાયબ કલેક્ટરને આવેદન આપીને આ પ્રશ્નો ઉકેલાય તેવી માંગ કરી હતી. વધુમાં જણાવાયુ હતુ કે જો આ માંગણીઓ સ્વીકારવામાં નહિ આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ