Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાના મુલદ નજીક ટ્રકની ટક્કરે બાઇક ચાલક યુવકનું મોત.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે ટાવર રોડ પર રહેતો અને સબ રજિસ્ટ્રાર કચેરીમાં નોકરી કરતો ભૂમિરભાઈ રાજેન્દ્રભાઈ શાહ નામનો ૨૮ વર્ષીય યુવાન ગતરોજ સાંજે તેની સાસરી ભરૂચ ભોલાવ ખાતે જવા માટે મોટરસાયકલ લઇને નીકળ્યો હતો. મુલદ ત્રણ રસ્તા પાસેથી પસાર થતી વખતે એક ડમ્પર ચાલકે તેની મોટરસાયકલને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. ડમ્પરની ટક્કર વાગતા યુવાન નીચે ફંગોળાયો હતો. અકસ્માત સર્જી ડમ્પર ચાલક તેનું વાહન મૂકી ફરાર થઈ ગયો હતો.

આ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ ભૂમિરને એમ્બ્યુલન્સ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ ઇજાગ્રસ્ત ભૂમિરને ભરૂચની એક ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા આ યુવકનુ સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતુ. આ અંગે મૃત યુવકનાભાઇ ધવલ રાજેન્દ્રભાઈ શાહે ઝઘડિયા પોલીસમાં અકસ્માત સર્જી નાસી જનાર ડમ્પર ચાલક વિરુધ્ધ ફરિયાદ લખાવતા ઝઘડીયા પીઆઇ વસાવાએ કાયદેસર ક‍ાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

કરજણના બામણગામ સ્થિત નેશનલ એન્ટરપ્રાઈઝમાં આગ લાગતા અફરાતફરી મચી

ProudOfGujarat

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી નજીક લિફ્ટ તૂટતાં શ્રમિકોના મોત નિપજ્યા.

ProudOfGujarat

ભરૂચ ને.હા ૪૮ પાલેજ નજીક કન્ટેનર અને ઇકો કાર વચ્ચે અકસ્માત, પાંચ લોકોનો આબાદ બચાવ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!