ગઇકાલે સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદનું આગમન થયુ હતુ. ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં પણ ગતરોજ મધ્યમસર વરસાદ નોંધાયો હતો. સવારે ઝરમર અમી છાંટણાથી શરુ થયેલ વરસાદ ત્યારબાદ પ્રમાણમાં સારો કહેવાય એ રીતે વરસ્યો હતો. ચોમાસાની શરુઆત બાદ વરસાદ ખેંચાયો હતો. ખેતરોમાં રોપણી કરેલ બિયારણ નિષ્ફળ જવાની સંભાવના જણાતી હતી, ત્યારે અઠવાડિયા અગાઉ વરસાદે આગમન કરીને ખેડૂતોની ચિંતા દુર કરી હતી. ત્યારબાદ થોડો વિરામ લઇને ગઇકાલે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરતા ખેતીને ખરી જરૂરના સમયે પાણી મળતા રાહત અનુભવાઇ હતી. વાતાવરણમાં જણાતો અસહ્ય ઉકળાટ પણ વરસાદના આગમનથી હળવો થતા જનતાએ રાહત અનુભવી હતી. આ વરસાદથી ખેતીને ફાયદો થયો હોવાની લાગણી ખેડૂત સમુદાયમાં જણાય છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ
Advertisement