Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝગડીયા : સારસા ગામે બસ સ્ટેન્ડ નજીક ટ્રકની ટકકરે બાઇક ચાલક ઇસમનું કરૂણ મોત.

Share

ઝગડીયા તાલુકાના રાજપારડી નજીકના સારસા ગામે ગઇકાલે બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં ગામના બસ સ્ટેન્ડ પાસે એક મોટરસાયકલને પાછળથી આવતી એક ટ્રકે અડફેટમાં લેતા આ મોટરસાયકલ ચાલક અશોકભાઈ વિઠ્ઠલભાઈ પટેલ ઉ.વર્ષ ૬૦ રહે.રાજપારડી નીચે પટકાયા હતા.આ અકસ્માતમાં આ બાઇક ચાલકને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં લોહી નીકળતુ હતુ.અકસ્માતની જાણ થતાં ધટના સ્થળે લોકટોળા ઉમટ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી.દરમિયાન ધટનાની ખબર અશોકભાઈના જમાઇ જીગ્નેશભાઇને થતાં તેઓ અને અશોકભાઈના પરિવારજનો તાત્કાલિક ઇજાગ્રસ્તને ભરૂચ ખાનગી દવાખાને લઇ ગયા હતા.બાદમાં સાંજે સાતેક વાગ્યાના અરસામાં સારવાર દરમિયાન અશોકભાઈનું કરૂણ મોત નીપજતા પરિવારજનો શોકમગ્ન બની ગયા હતા. મરનાર અશોકભાઈ રાજપારડીના અગ્રણ્ય વેપારી તેમજ ખેડૂત હતા.તેઓ સિમેન્ટના વ્યવસાય સાથે વર્ષોથી સંકળાયેલા હતા.ઉલ્લેખનીય છે કે આ સ્ટેટ હાઇવે પર અવારનવાર નાના-મોટા અકસ્માતો થતાં હોવાથી ગ્રામજનો ચિંતિત બન્યા છે.આ અકસ્માતમાં મરણ પામનાર મૃતકના જમાઇ જીગ્નેશભાઇ અખાણીએ રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે અકસ્માત સંબંધે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

પાલેજ સ્થિત દક્ષિણ ગુજરાત વીજ કંપની પેટા વિભાગીય કચેરી દ્વારા જન જાગૃતિ અભિયાન રેલી યોજાઇ.

ProudOfGujarat

અંકલેશ્વરના ત્રણ રસ્તા શાકમાર્કેટ નજીક રિક્ષામાં બેસેલ મહિલાના ગળામાંથી સોનાની ચેઈનની ચોરી થતા પોલીસ ફરિયાદ નોધાઇ છે.

ProudOfGujarat

आमिर खान बने दुनिया के सबसे बड़े सुपरस्टार!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!