Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાના જન્મ દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરાયું.

Share

વિધાનસભામાં ઝઘડીયા મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઇ વસાવાના જન્મ દિવસ નિમિત્તે ઝઘડીયા તાલુકાના આમલઝર ગામે કેક કાપી તેમના જન્મદિનની ઉજવણી કરવામા આવી. ધારાસભ્યના જન્મ દિવસ નિમિત્તે આમલઝર ગામે પ્રાથમિક શાળા આમલઝર, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા આમલઝર, ખોડાઆંબા, ગુંડેચા ૧, ગુંડેચા, ગુંડેચા ૩ ના પ્રાથમિક શાળાના ૬૨૯ જેટલા બાળકોને કુલ ૧૮૮૭ જેટલી નોટબુકોનું વિતરણ કરીને જન્મ દિવસની અનોખી ઉજવણી કરવામા આવી હતી.

આ પ્રંસગે ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંધના સિનિયર ઉપપ્રમુખ અને ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંધના પ્રમુખ બચુભાઇ વસાવા, તાલુકા પંચાયતના સભ્ય બાલુભાઇ વસાવા, સરપંચ જીવીબેન વસાવા તેમજ ઉપસરપંચ કરસનભાઇ વસાવા અને આમોદના સરપંચ મહેશભાઈ વસાવા, કદવાલીના સરપંચ પ્રભાતભાઇ વસાવા તેમજ ભરૂચ જિલ્લાના પ્રાથમિક શિક્ષક સંઘના અગ્રણી લાલજીભાઇ વસાવા, પડવાણીયાના આગેવાન કનુભાઇ વસાવા અને અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં ધારાસભ્યના જન્મ દિવસની અનોખી ઉજવણી કરવામા આવી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ઇતિહાસમાં પ્રથમ વખત ભારત અને પાકિસ્તાનની સેના એકસાથે કરી શકે છે યુદ્ધ અભ્યાસ.

ProudOfGujarat

ઘરફોડ ચોરીઓના ગુન્હાઓમાં ફરાર આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમબ્રાન્ચ; આરોપી અગાઉ ૧૪ ગુન્હાઓમાં સંડોવાયેલ હતો.

ProudOfGujarat

રાજય સરકારે આયુષ્યમાન ભારત કાર્ડ પર લાભ ૫ લાખથી વધારીને ૧૦ લાખ કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!