ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે ૭૨ મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી. સામાજિક વનીકરણ વિભાગ ઝઘડીયા અને જીએમડીસીના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.
રાજપારડી જીએમડીસી ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં જીએમડીસી રાજપારડીના જનરલ મેનેજર સ્વાગતરાય, ડેપ્યુટી જનરલ મેનેજર પર્યાવરણ એસ.ડી.જાગાણી, જીએમડીસીના લેબ આસિસ્ટન્ટ એમ.પી.ઝાલા, વનવિભાગ ઝઘડીયાના આરએફઓ મીનાબેન પરમાર, રાજપારડી ફોરેસ્ટર હેમંત કુલકર્ણી, અશા ફોરેસ્ટર સૈયદ તેમજ જીએમડીસી અને વન વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતા. વાવે ગુજરાત કાર્યક્રમ અંતર્ગત અત્રે યોજાયેલા આ વન મહોત્સવના કાર્યક્રમમાં વૃક્ષો રોપીને કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. આયોજિત કાર્યક્રમમાં વૃક્ષારોપણનુ મહત્વ સમજાવવામાં આવ્યુ. ઉલ્લેખનીય છે કે પર્યાવરણની જાળવણીમાં વૃક્ષોનું મોટુ યોગદાન હોય છે, ત્યારે વધુ વૃક્ષો રોપીને પર્યાવરણની જાળવણી માટે સહુ કોઇએ આજે કટિબદ્ધ બનવાની જરૂર હોવાની લાગણી આ પ્રસંગે વ્યક્ત કરવામાં આવી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ