Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા ‍તાલુકાના ટોઠીદરા ગામે છોકરાને ધક્કો મારવા બાબતે તકરાર….

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ટોઠીદરા ગામે ઘરના આંગણામાં ધમાલ કરતા એક છોકરાને ઘર માલિકે ધક્કો મારતા થયેલી તકરારમાં મામલો બીચકત‍ા વાત પોલિસ સુધી પહોંચી હતી.

રાજપારડી પોલિસમાંથી મળતી વિગતો મુજબ નર્મદા કાંઠા વિસ્તારના ટોઠીદરા ગામે ગત તા.૮ મી ના રોજ સાંજના પાંચેક વાગ્યાના અરસામાં રાજુભાઇ ભાઇલાલભાઇ માછીના ઘરના આંગણામાં ફળીયામાં રહેતા પ્રદિપભાઇ ચંદુભાઇ માછીનો નાનો છોકરો ધમાલ કરતો હોઇ, રાજુભાઇના પપ્પાએ છોકરાને ધક્કો માર્યો હતો તેને લઇને ચંદુભાઇ ભીમાભાઇ તથા પ્રદિપભાઇ ચંદુભાઇએ રાજુના પપ્પાને માર માર્યો હતો. ત્યારબાદ તા.૯ મી ના રોજ પ્રદિપ રાજુના ઘર પાસેથી પસાર થતો હતો ત્યારે મારા પપ્પાને કેમ માર્યુ હતુ તેમ રાજુએ પુછતા ચંદુભાઇ ભીમાભાઇ પાવડી લઇને દોડી આવ્યો હતો અને રાજુને ખભાના ભાગે પાવડી મારી દીધી હતી. આ સમયે રાજુનો ભાઇ અર્જુન તેને બચાવવા વચ્ચે પડતા પ્રદિપે અર્જુનને બરડાના ભાગે લાકડીનો સપાટો માર્યો હતો. ફળીયાના અન્ય ઇસમે દરમિયાનગીરી કરીને આ લોકોને વધુ મારમાંથી બચાવ્યા હતા. બાદમાં હુમલો કરનાર બન્ને જણ ગાળો બોલીને જતા રહ્યા હતા. આ અંગે રાજુભાઇ ભાયલાલભાઇ માછી રહે.ટોઠીદરા તા.ઝઘડીયાનાએ પ્રદિપભાઇ ચંદુભાઇ માછી અને ચંદુભાઇ ભીમાભાઇ માછી બન્ને રહે.ગામ ટોઠીદરા તા.ઝઘડીયા વિરુધ્ધ રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

વડોદરા : દંતેશ્વરની વ્હાઇટ હાઉસની સરકારી જમીન પરના દબાણો તોડી પાડવાની કાર્યવાહી કરાઇ.

ProudOfGujarat

વલસાડ-ઉમરગામ નજીક રીક્ષા અને ડમ્પર વચ્ચે ગમ્ખવાર અકસ્માત-૩ ના કમકમાટીભર્યા મોત ૧ ઘાયલ….

ProudOfGujarat

આમોદમાં ઢાઢર નદીનું જળ સ્તર વધતા પૂરસા માર્ગ બન્યો જળમગ્ન, માર્ગ પર પાણી ફરી વળતા લોકો અટવાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!