આજરોજ ભરૂચ જિલ્લાના ઝઘડિયા જી. આઈ. ડી. સી. વિસ્તારમાં આવેલ તલોદરા ગામ પાસેથી ઝઘડિયા પોલીસે એક કન્ટેનર સાથે 22 લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો.
ભરૂચ જિલ્લામાં પ્રોહિબિશનના અને જુગારને અસરકારક ગુનાઓ ખુબ વધી રહ્યાં છે. ગેરકૃત્ય કરનારાઓને હવે પોલીસનો કોઈ ખોફ રહ્યો જ નથી તેમ બેફામ રીતે વિદેશી દારૂની બોટલોની હેરફેર કરી રહ્યા છે.
ઝઘડિયા જી.આઈ.ડી.સી. વિસ્તારના પોલીસના સ્ટાફના માણસો પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન મળેલ બાતમીને આધારે તલોદરા ગામ પાસે આવેલ વાલિયા રોડ ઉપર જંગલ ઝાડી વિસ્તારમાં રમેશ ઉર્ફે બકો ભાણાભાઈ રાઠોડ, રહે, મોરતલાવ કન્ટેનરમાં ઈંગ્લીશ દારૂ મંગાવીને કાર્ટિંગ કરી રહ્યો હતો.
તે સમય દરમિયામ કન્ટેનર પર વોચ રાખીને કન્ટેનર નંબર MH 04 FD 2977 ના ચાલક દત્તા ઉર્ફે લક્ષ્મણ કાંબલેને ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂની નાની મોટી કાચની બોટલો નંગ 3012 જેની કુલ કિંમત 12,16,800/- સહીત કન્ટેનર જેની કિંમત 10,00,000/- અને મોબાઈલ નંગ 1 જેની કિંમત 10,000- કુલ મળીને 22,26,800/-ની મત્તાની સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
ઝઘડિયા પોલીસે આરોપીની પૂછપરછ કરીને ક્યાંથી લાવ્યો અને ક્યાં વેચવાનો હતો તે સંદર્ભે તજવીજ હાથ ધરી હતી અને પકડવાના બાકી આરોપીઓની તપાસ શરૂ કરી દીધી હતી.