અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાની સાયરા ગામની દલિત યુવતીને અપહરણ કરી સામુહિક બળાત્કાર તેમજ હત્યા કરવાના બનાવમાં સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.ત્યારે ઝધડીયા દલિત સમાજ સાથે અન્ય સમાજે પણ ટેકો આપી મામલતદારને આવેદનપત્ર આપવા સાથે રેલીમાં પણ જોડાયા હતા અને આરોપીઓને ફાંસી સજા આપવાની માંગ કરી હતી.
તેમજ સમગ્ર બનાવમાં બેજવાબદારી દાખવનાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાની સાયરા ગામની એક ૧૯ વર્ષીય દલિત યુવતીનું પહેલી જાન્યુઆરીએ અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેની સાથે ચાર જેટલા નરાધમોએ સામુહિક બળાત્કાર કરી તેની હત્યા કરી તેની લાશને વડલાના ઝાડ ઉપર લટકાવી દીધી હતી.જેથી દલિત સમાજમાં હત્યારાઓ સામે રોષ ભભૂકી ઉઠ્યો હતો.પાંચમી જાન્યુઆરીએ તેની વડલા નીચે લાશ લટકતી જોવા મળી હતી છતાં જવાબદાર અધિકારીઓએ બેજવાબદાર બની આરોપીઓને બચાવવાની નીંદનીય કામગીરી કરી હતી અને ત્યારબાદ છેક સાતમી જાન્યુઆરીએ આરોપીઓ સામે પોલીસે ફરિયાદ લીધી હતી.જેથી એક અપહરણ ગેંગરેપ તેમજ હત્યા જેવા બનાવમાં મોડાસાની પોલીસે આરોપીઓને બચાવવાની શંકાસ્પદ ભૂમિકા ભજવી હતી.જેથી ઝધડીયાના દલિત સમાજ તેમજ અન્ય સમાજના આગેવાનોએ દલિત સમાજને સમર્થન આપી રેલીમાં જોડાયા હતા અને બેજવાબદારી દાખવાનાર પોલીસ અધિકારીઓ બરતરફ કરવાની માંગ કરી હતી.
ઝધડીયા : અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાની સાયરા ગામની દલિત યુવતીને અપહરણ કરી સામુહિક બળાત્કાર કરનારને સજા થાય તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું.
Advertisement