Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝઘડીયા તાલુકા પંચાયતમાં કારોબારી અને સામાન્ય ન્યાય સમિતિના અધ્યક્ષની વરણી કરાઇ.

Share

આજે ઝઘડીયા તાલુકા પંચાયતના સદસ્યોની સામાન્ય સભા ઝઘડીયા ખાતે મળી હતી. બેઠકમાં તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ તરીકે રિતેશભાઇ વસાવા તેમજ સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ તરીકે જયેન્દ્રભાઇ વસાવાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

અત્રે યોજાયેલ બેઠકમાં તાલુકા પંચાયતના પ્રમુખ રીનાબેન વસાવા, ઉપપ્રમુખ પ્રકાશભાઇ દેસાઇ અને તાલુકા પંચાયતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગત તાલુકા પંચાયતની ચુંટણીમાં તાલુકાની કુલ ૨૨ પૈકી ૧૯ બેઠકો પર ભાજપાના ઉમેદવારો વિજયી થય‍ા હતા.તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની વરણી આ પહેલા થઇ ગઇ હતી, જ્યારે કારોબારી અને સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષની વરણી આજની સામાન્ય સભામાં સર્વાનુમતે કરવામાં આવી હતી. તાલુકા પંચાયતના નવનિયુક્ત હોદ્દેદારોએ પાર્ટીએ તેમનામાં મુકેલ વિશ્વાસ બદલ આભારની લાગણી વ્યક્ત કરીને તેઓ તેમને સોંપવામાં આવેલ જવાબદારી સારી રીતે નિભાવશે એવી કટિબધ્ધતા વ્યક્ત કરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લાનાં વાગરા તાલુકામાં પોલીસ ઉપર પથ્થરમારો કરનાર પરપ્રાંતીયો સામે પોલીસે ગુનો દાખલ કરી ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યા છે.

ProudOfGujarat

ગોધરા : કોરોના દર્દીઓને વ્હારે આવી પંચમહાલ પોલીસ,પ્લાઝમાનુ ડોનેટ કર્યું.

ProudOfGujarat

રાજપીપળા આજથી ચાર દિવસ માટે પુનઃ સજ્જડ બંધ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!