Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડિયાના ગોવાલી ગામે કોસ્ટલ રિઝર્વ ઝોનમાંથી ફરીથી રેતી ઉલેચાતા ચકચાર.

Share

છેલ્લા કેટલાક સમયથી ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામ નજીક નર્મદા કિનારાના કોસ્ટલ રિઝર્વ ઝોન માંથી કેટલાક ઇસમો દ્વારા કોઈપણ પ્રકારની લીઝ પરવાનગી મેળવ્યા વિના રેતી ખનન ખૂબ મોટાપાયે કરવામાં આવી રહ્યું છે. ગોવાલી ગામે જે કોસ્ટલ રિઝર્વ ઝોનમાંથી રેતીખનન થઈ રહ્યું છે તેનાથી જિલ્લા વહીવટીતંત્ર પણ અજાણ નથી ! તેથી તેમની રહેમ નજર હેઠળ ગેરકાયદેસર રીતે ખનન થઈ રહ્યું હોવા બાબતની શંકાઓ ઉઠવા પામી છે !

મળતી વિગતો મુજબ આ બાબતે ગોવાલી ગ્રામ પંચાયત દ્વારા કોસ્ટલ રિઝર્વ ઝોનમાંથી રેતીખનન બાબતે તપાસ કરવા રજુઆત કરવામાં આવી હોવા છતા કોઇ પગલા ભરાયા નહતા. ત્યારે આજરોજ ઝઘડિયા પ્રાંત અધિકારી, ઝઘડીયા મામલતદાર, જીલ્લા ભૂસ્તર વિભાગની ટીમ અને પોલીસ દ્વારા સંયુક્ત રીતે આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ગોવાલી ગામના કોસ્ટલ રિઝર્વ ઝોનમાંથી નર્મદા નદીના વહેતા પાણીમાં નાવડી મૂકી એન્જિન તથા હીટાચી મશીન દ્વારા રેતી ખનનની ગેરકાયદેસર પ્રવૃત્તિ નાયબ કલેકટરના ધ્યાને આવતા તેમણે રેતી ખનનમાં વપરાતી નાવડી, એન્જિન, હીટાચી મશીન જપ્ત કરી તેને સીલ કર્યું હતુ.

આ ઉપરાંત નાયબ કલેકટર દ્વારા ઝઘડિયા ભરૂચ હાઈવે પરથી રોયલ્ટી ચોરી કરીને ઓવરલોડ જથ્થામાં રેતી વહન કરતી સાત ટ્રકો જપ્ત કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. નાયબ કલેકટર દ્વારા ગોવાલી ગામે છાપા મારી દરમિયાન રેતી માફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

અમરનાથ યાત્રાએ ગયેલા ગુજરાતના 30 યાત્રાળુઓ ફસાયા, સરકાર પાસે માંગી મદદ

ProudOfGujarat

વાંકલ ખાતે હર ઘર તિરંગા યાત્રા યોજી 400 મીટર લાંબા તિરંગો લહેરાવ્યો.

ProudOfGujarat

કેવડિયાની ગોરા રેન્જમાં ખેર અને સાગના લાકડા સહિત ૨.૬૦ લાખનો મુદ્દામાલ ઝડપાયો : વિરપ્પનોની શોધખોળ ચાલુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!