Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા જીઆઇડીસીમાં ટ્રક ટ્રેલરની અડફેટે બાઈકચાલકનું મોત.

Share

વાલીયા તાલુકાના હીરાપુર ગામે રહેતો રવિન્દ્ર ઉર્ફે જયેશ ગોરધનભાઈ વસાવા કોઈ કામ માટે બાઈક લઈને ઝઘડીયા જીઆઇડીસીમાં આવ્યો હતો. ઝઘડીયા જીઆઈડીસીમાંથી તે પસાર થતો હતો ત્યારે તેની આગળ એક ટ્રક ટ્રેલર ચાલતું હતું. આ ટ્રક ટ્રેલરના ચાલકે આ બાઈકચાલક રવિન્દ્ર ઉર્ફે જયેશને અડફેટમાં લીધો હતો. આ અકસ્માતમાં બાઇકચાલક ગંભીર રીતે ઘવાયો હતો. અકસ્માત સર્જીને ટ્રક ટ્રેલર ચાલક ફરાર થઈ ગયો હતો. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સીવીલ હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો, જ્યાંથી વધુ સારવાર માટે તેને વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો, જ્યા તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. અકસ્માતમાં મરણ પામનાર રવિન્દ્ર ઉર્ફે જયેશ વસાવાના પિતરાઈ ભાઈ અલ્પેશ નટવરભાઈ વસાવાએ અકસ્માત કરીને નાશી ગયેલ ટ્રક ટ્રેલર ચાલક વિરુદ્ધ ઝઘડીયા પોલીસમાં ફરિયાદ લખાવી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.

Advertisement

Share

Related posts

ભરૂચના થામ પાસે ગડર બેસાડવાની કામગીરીના પગલે ભરૂચ-જંબુસર હાઇવે પર ભારે વાહનોને ચાર દિવસ ડાયવર્ઝન

ProudOfGujarat

રાજપીપલા ખાતે પ્રાંત કક્ષાનો વિશ્વાસથી વિકાસયાત્રાનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ : પાલેજ પોલીસ મથકનું ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા વાર્ષિક ઇન્સ્પેકશન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!