Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપારડી નજીક મોટરસાયકલ પર લઇ જવાતા વિદેશી દારૂ સાથે એકની અટકાયત.

Share

ભરૂચ જિલ્લાના ઝધડીયા તાલુકાના રાજપારડી ગામથી નેત્રંગ તરફ જવાના માર્ગ પર એક મોટરસાયકલ અને એક મોપેડ પર વિદેશી દારરૂ લઇને જતા ઇસમો પૈકી એક ઝડપાયો હતો.જ્યારે અન્ય ત્રણ ઇસમો ભાગી છુટ્યા હતા.રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ તા.૧૭ મીના રોજ રાજપારડી નજીક નેત્રંગ રોડ પર રાત્રે ૭ થી ૮ વાગ્યાના અરસામાં પોલીસ જવાનો પેટ્રોલિંગમાં હતા ત્યારે રઝલવાડા ગામના પાટિયાં પાસે એક મોટરસાયકલ અને એક મોપેડ શંકાસ્પદ જણાતા તેમને અટકાવાતા આ બે વાહનો લઇને જતા ઇસમો પૈકી ૩ જેટલાં ઇસમો નાસી છુટ્યા હતા.અને એક આશરે અઢારેક વર્ષની વયનો યુવક પકડાવા પામ્યો હતો.પોલીસને જડતી દરમિયાન બે સ્કુલબેગમાં ભારતીય બનાવટના પ્રતિબંધિત વિદેશી દારૂના કુલ ૮૦ જેટલા રુ.૮૦૦૦ ની કિંમતના દારૂના ક્વાર્ટર્સ હાથ લાગ્યા હતા.પોલીસે આ ગુનામાં વપરાયેલ મોટરસાયકલ મોપેડ એક મોબાઇલ તેમજ વિદેશી દારૂના જથ્થા સાથે કુલ રુ.૪૩૫૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.આ ઝડપાયેલા અઢારેક વર્ષના જણાતા યુવક પાસેથી પોલીસે નાસી છુટેલા અન્ય ત્રણ ઇસમો વિષે માહિતી મેળવીને આ ફરાર થયેલા ઇસમોને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી.આ પકડાયેલ વિદેશી દારૂ ક્યાંથી આવ્યો અને ક્યાં લઇ જવાનો હતો તેની વિગતો પોલીસ તપાસ દરમિયાન બહાર આવશે તેમ જણાય છે. ત્યારે પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટનામાં નાસી છુટેલ ત્રણ ઇસમો પૈકી એક સગીર વયનો કિશોર પકડાવા પામ્યો છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

વિધાનસભા ગૃહમાં સત્ર દરમિયાન કોંગ્રેસનો હોબાળો, 17 સભ્યોએ કર્યું વૉકઆઉટ

ProudOfGujarat

ભરૂચ : પાલેજમાં ભયજનક બનતું પ્રદુષણ, કાળા રજકણો ફેલાવતી કંપનીથી લોકો પરેશાન.

ProudOfGujarat

રાજ્યમાં આજથી આંશિક લોકડાઉનમાં થોડી વધારે છૂટછાટ..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!