Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા BTP ના ધારાસભ્યએ AAP ના નેતાઓ પર થયેલ હુમલાને વખોડી કહ્યું, સરકાર આતંકવાદ ફેલાવવાનું કૃત્ય કરે છે : છોટુ વસાવા.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાએ વીડિયો સંદેશો વહેતો કરી રાજય સરકાર અને કેન્દ્રની ભાજપ સરકારને આડેહાથ લીધી હતી, જુનાગઢના રેડિયા ગામ ખાતે આમ આદમી પાર્ટીના નેતાઓ પર થયેલ હુમલાને વખોડી છોટુ વસાવાએ કહ્યું હતું કે આ હુમલો ઈરાદા પૂર્વક અને ભાજપ વિરુદ્ધ માર્ગદર્શનના આપે એટલા માટે આ હુમલો કરવામાં આવ્યો છે. સાથે જ આ સરકાર વાદીઓને પણ નથી, ગાંઠી એવો આતંકવાદ ફેલાવવાનો કૃત્ય કરી રહી છે, તે તદ્દન ખરાબ બાબત છે આ દેશના લોકો માટે અને લોકશાહી માટે તેમ જણાવી પ્રહાર કર્યા હતા.

દેશમાં ભાજપ સાથે કોઈ રહ્યું નથી એટલે મશીનરીનો ઉપયોગ કરી પોલીસનો ઉપયોગ કરી બાકીના તંત્રનો ઉપયોગ કરીને જે લોકો ગુજરાતના સમાજને લોકોને બેઠો કરવા અને માર્ગદર્શન કરવા માંગે છે એને થવા નથી દેવું એટલા માટે જીવલેણ હુમલાઓ કરાવે છે, ભૂતકાળમાં કેટલાય લોકો પર આ સરકારે હુમલો કર્યો છે, બાકીના લોકો પહેલા બોલતા નહોતા પણ જ્યારે હવે બોલતા થયા છે ત્યારે એમને ખ્યાલ આવ્યો છે કે લોકો પર આ લોકો કેટલો જુલમ કરતા હશે અને કર્યા છે.

Advertisement

વધુમાં તેઓએ AAP ના નેતા અરવિંદ કેજરીવાલને પણ વીડિયો સંદેશો આપી મેસેજ આપ્યો હતો કે નિર્દોશ લોકો પર હુમલા કરી જમીનો છીનવી લેવી અને જો હુકમીની જે વાત છે, જંગલો છીનવી લેવાની જે વાત છે, લોકોના હક્ક અધિકાર છીનવી લેવાની જે વાત છે, એને પણ તમારી પાર્ટી દેશમાં આ લોકોને ઉગારવા માટે પ્રયાસ કરશે તેમ જણાવ્યું હતું.

દેશમાં આદિવાસીઓમાં એકતા નથી તેનું બેનિફિટ ભાજપ RSS લઈ રહી છે, તેમ જણાવી વસાવાએ આદિવાસીઓને ખતમ કરવાની સાજીસ ચાલી રહી છે તેમ જણાવી આવા કૃત્યોને વખોડયા હતા, મોંઘવારી મુદ્દે વસાવાએ જણાવ્યું હતું કે પ્રજાના પ્રશ્નો બાબતે મીડિયાને પૈસા આપીને દબાવાય છે એને વખોડું છુ, તેમ જણાવી વસાવાએ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા અને સરકાર ધ્યાન નહિ આપે તેમજ પ્રજા જાગૃત નહિ થાય તો નજીકના ભવિષ્યમાં કોરોનાથી જેટલા લોકો નથી મર્યા એટલા ભૂખ મરાથી મરશે તેમ જણાવ્યું હતું..!


Share

Related posts

અંકલેશ્વર:શહેર પોલીસ સ્ટેશનમાં રમજાન મહિના ને ધ્યાનમાં લઈને શાંતિ સમારોહની મીટીંગ યોજાઇ….

ProudOfGujarat

કરજણ તાલુકાના લીલોડ ગામ નજીક ડમ્પર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો, એકનું મોત.

ProudOfGujarat

માંગરોળ : પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીનો બીજો ક્રમ આવતા ગૌરવ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!