ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે ચાર રસ્તા નજીક રાજ્ય ધોરીમાર્ગ પસાર થાય છે. ઝઘડિયા ચાર રસ્તા નજીક રોડની બંને તરફ વરસાદી પાણીના નિકાલ માટે સિમેન્ટ કોન્ક્રીટની બનેલ ગટરલાઈન થોડા વર્ષો પહેલા બનાવવામાં આવી હતી. બેંક ઓફ બરોડા સામે ગોકુલ નગર સોસાયટીમાં જવાના રસ્તા પર ત્રણ જગ્યાએ ગટરનો સ્લેબ છેલ્લા ત્રણ-ચાર વર્ષથી તૂટી ગયો છે.
આને લઇને ગટરલાઇન ઓળંગીને જતા રહીશો ભારે હાડમારીનો સામનો કરી રહ્યા છે. લાંબા સમયથી તુટી ગયેલ આ સ્લેબના કારણે વાહન ચાલકોને ગટરમાં પડવાનો ભય સતાવી રહ્યો છે. આને લઇને અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. સત્વરે આ કોન્ક્રીટની ગટર લાઇનનો સ્લેબ દુરસ્ત કરી તેમાં પડેલ બાકોરુ બંધ કરવામાં આવે તેવી માંગ સ્થાનિક રહીશો અને વાહન ચાલકો કરી રહ્યા છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ
Advertisement