Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝઘડિયા ખાતે કરોડોના ખર્ચે બનેલી ગટર લાઇનનું વર્ષોથી મોટાપાયે લીકેજ થતાં જનતામાં રોષ…

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા ગામમાં છેલ્લા કેટલાક સમય પહેલા સુએજ ગટર લાઈન બનાવવામાં આવી હતી, જે જાહેરમાં વારંવાર રસ્તા પર ઉભરાતી હોઇ જવાબદાર ગ્રામ પંચાયતથી લઇને જિલ્લા કક્ષાના અધિકારીઓ સુધીનાઓ ગટરલાઇનની ખરાબ કામગીરી અને વારંવાર થતી લિકેજ બાબતે બેદરકારી દાખવી રહ્યા હોવાની વાત સામે આવી છે.

હાલમાં સુએજ ગટરલાઈન ઝઘડિયાની ગ્રીનપાર્ક સોસાયટી વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં લીકેજ થઈ રહી છે અને છેલ્લા કેટલાક દિવસથી સુએજ ગટર લાઇનનું ગંદુ પ્રદૂષિત પાણી જાહેર રોડ ઉપર રોજ ફેલાઈ રહ્યું છે, તેમ છતાં જવાબદાર તંત્ર દ્વારા જાગૃત નાગરિકોની ફરિયાદો મળ્યા બાદ પણ કોઇ પગલાં ભરવામાં આવતાં નથી અને તમામ જવાબદારો નિષ્ક્રિય જણાઇ રહ્યા છે. ઝઘડિયાની ગ્રીન પાર્ક સોસાયટીમાં લીકેજ થયેલ સુએજ ગટર લાઈન બાબતે ત્યાંના રહીશોએ ગ્રામ પંચાયત, ટીડીઓ, પીડબલ્યુડી સુધી આ બાબતની મૌખિક તેમજ ટેલિફોનિક જાણકારી આપી હોવા છતા હજી સુધી સુએજ ગટરલાઈનનું સમારકામ હાથ ધરાયું નથી. ઝઘડિયામાં ગટર લાઇનના સળગતા પ્રશ્ન બાબતે જવાબદાર તંત્ર કેમ ચુપકીદી સેવી રહ્યુ છે તેવો સવાલ ઉઠવા પામ્યો છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચ અર્ધ-નગ્ન આંદોલન- એસ ટી હડતાળ બીજા દિવસે પણ યથાવત.હજારો મુસાફરો ખાનગી વાહનોમાં મુસાફરી કરવા મજબુર બન્યા…

ProudOfGujarat

અંકલેશ્વર ને.હા. 48 નજીક ટ્રકના કેબિનમાં અગ્મય કારણોસર આગ ભભુકી…

ProudOfGujarat

નર્મદા જિલ્લા પોલીસ વડા હિંમકર સિંહ તથા નાયબ પોલીસ વડા રાજેશ પરમારની બદલી થતાં નર્મદા પોલીસ એ આપી અનોખી વિદાય.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!