ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાનું રાજપારડી એક મહત્વનુ વેપારી મથક છે. રાજપારડી ખાતે જીએમડીસી સંચાલીત લિગ્નાઇટ પ્રોજેક્ટ કાર્યરત છે. અત્રેથી પસાર થતાં સ્ટેટ હાઇવે પર જીએમડીસી ફાટકથી જીએમડીસી કોલોની થઇને અંદરના ગામો આમોદ આમલઝર પડવાનીયા જવાનો માર્ગ જાય છે.
મળતી વિગતો મુજબ જીએમડીસી ફાટકથી પડવાનીયાનો રસ્તો પાસ થયેલ છે. પરંતુ હાલ રસ્તાનુ કામ અધુરુ હોવાથી રસ્તા પર મોટામોટા ખાડા પડ્યા છે. ૪૦૦ મીટરનું કોંક્રીટ કામ થયુ છે. બાકીના રસ્તાનુ કામ હાલ બંધ છે, તેને લઇને મોટામોટા ખાડા પડી ગયા છે. રાજપારડી જીએમડીસી તેમજ સિલિકા આધારીત વાહનોની અવરજવર માટે આ રસ્તો મહત્વનો ગણાય છે. ઉપરાંત આ પંથકના અંદરના ગામોની જનતાએ રાજપારડી તરફ આવવા માટે પણ આ રસ્તો ઉપયોગી છે. રાજપારડી વેપારી મથક હોઇ, ગામડાઓની જનતા જરુરી સામાનની ખરીદી માટે રાજપારડી આવતી હોય છે. આ સાત કિલોમીટરનો માર્ગ ચોમાસા દરમિયાન વધુ વિકૃત બનવાની સંભાવના રહેલી છે, ત્યારે તાકીદે માર્ગની અધુરી કામગીરી શરુ કરીને વાહનચાલકો અને જનતાને પડતી હાલાકિ નિવારાય તે ઇચ્છનીય છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ