Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડિયાના અવિધા ગામે જુગાર રમતા ચાર ઇસમો ઝડપાયા.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના અવિધા ગામે જુગાર રમતા ચાર ઇસમો ઝડપાયા હતા,જ્યારે પોલીસની રેઇડ જોઇને એક ઇસમ નાસી ગયો હતો.

રાજપારડી પીએસઆઇ જે.બી.જાદવના માર્ગદર્શન હેઠળ પોલીસના જવાનો ગતરોજ ખાનગી વાહનમાં અવિધા બીટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે અવિધાના સંચા ફળિયામાં જવાના રસ્તાની બાજુમાં આવેલ વાડામાં કેટલાક ઇસમો બેસીને પૈસા વડે પાના પત્તાનો હારજીતનો જુગાર રમે છે. પોલીસે બાતમીવાળા સ્થળે છાપો મારતા કેટલાક ઇસમો પાનપત્તા વડે હારજીતનો જુગાર રમતા જણાયા હતા. પોલીસને જોઇ જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. જેમાં પોલીસે ચાર જુગારીઓને ઝડપી લીધા હતા જ્યારે એક ભાગી જવામાં સફળ થયો હતો. પોલીસે કુલ રૂ.૧૧,૭૩૦ રોકડા મુદ્દામાલ તરીકે જપ્ત કર્યા હતા, અને જુગાર રમતા જીગ્નેશ વિજયભાઈ પાટણવાડીયા, કનુ કિલિયાભાઇ વસાવા, સુરેશ બાબુભાઈ પાટણવાડીયા તેમજ અશોક બાલુભાઈ પાટણવાડીયા તમામ રહે. અવિધા તા. ઝઘડિયા વિરુદ્ધ રાજપારડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

ભરૂચમાં નવનિર્મિત આઈકોનિક બસપોર્ટનો લોકાર્પણ સમારોહ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે ૨૧ જૂનના રોજ યોજાશે

ProudOfGujarat

શિક્ષકોને બીએલઓની કામગીરીમાંથી મુક્તિ આપવાની માંગ સાથે રાજ્યના પ્રાથમિક શિક્ષક સંઘનો ચૂંટણી પંચને પત્ર

ProudOfGujarat

નાંદોદ તાલુકાનાં અંતરિયાળ અને પહાડી વિસ્તારનાં બોરીદ્વા ગામમાં ઘરે ઘરે જઇને શાળાનાં બાળકોને સેવાના ઝરણારૂપે શિક્ષણની જ્યોત પ્રજ્જવલીત રાખતાં શ્રેષ્ઠ શિક્ષક શ્રી અનિલ મકવાણા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!