Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : ઝઘડીયાની બોરોસિલ કંપનીમાં કામ કરતા ટ્રાન્સપોર્ટર વિરુદ્ધ લુંટ અને જાતિ વિષયક અપમાન કરી માર માર્યો હોવાની ફરિયાદ.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા નજીક આવેલ બોરોસિલ નામની કંપનીમાં ઝાડેશ્વરના કુશ નિલેશભાઇ પટેલ ટ્રાન્સપોર્ટર તરીકે કામ કરે છે. બે દિવસ પહેલા ઝઘડીયા તાલુકાના ખરચી ખાતે રહેતા બિપીનભાઇ હરિભાઇ વસાવાએ કુશ પટેલ પાસે કામની માંગણી કરી હતી. આ બાબતે કુશ નિલેશભાઇ પટેલે બિપીન હરિભાઈ વસાવા અને સુખદેવ ઉર્ફે બોડો બન્ને રહે.ખર્ચી ભિલવાડા તા.ઝઘડીયા વિરુધ્ધ તેમની ગાડીઓ અટકાવીને ગાળો દઇને ટાંટીયા ભાંગી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ ઝઘડીયા પોલીસમાં લખાવી હતી. દરમિયાન ગતરોજ બિપીનભાઇ હરિભાઈ વસાવા રહે.ખર્ચી ભિલવાડા નાએ નિલેશભાઇ મગનભાઈ પટેલ અને કુશ નિલેશભાઇ પટેલ બન્ને રહે.ઝાડેશ્વર ભરૂચ વિરુધ્ધ જાતિવિષયક અપમાન કરીને માર માર્યો હોવા ઉપરાંત સોનાની ચેન લુંટી લેવા બાબતની ફરિયાદ ઝઘડીયા પોલીસમાં લખાવી હતી.

ફરિયાદમાં જણાવાયા મુજબ આ કામના આરોપીઓ પાસે હાઇવા ગાડીઓ હોઇ તેઓ બોરોસિલ કંપનીમાં ટ્રાન્સપોર્ટર તરીકે કામ કરેછે. ફરિયાદી બિપીનભાઇ વસાવાએ તેમની પાસેથી કામ માંગતા આરોપીઓએ ફરિયાદીને જાતિવિષયક અપમાનજનક શબ્દો કહીને ગાળો બોલીને માર માર્યો હતો, તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપીને ફરિયાદીએ પહેરેલ રૂ.૮૦૦૦૦ ની કિંમતની સોનાની ચેન લુંટી લીધી હતી. ઝઘડીયા પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

OLX પર વેચાણ કરવા મુકેલ હેરિયર કાર યુવક કઈ રીતે ચોરી કરી ગયો વાંચો : ધનસુરા પોલીસે કાર શોખીન ચોરને ગણતરીના કલાકોમાં દબોચ્યો

ProudOfGujarat

ભરૂચમાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર 3 સભ્યોને કોંગ્રેસ દ્વારા 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા…..

ProudOfGujarat

વરેડીયાના દલિત યુવાનનું ડમ્પર નીચે કચડાઇ જતાં કરુણ મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!