Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપારડી નજીક ટ્રક અને મોટરસાયકલ વચ્ચે અકસ્માતમાં એકને ગંભીર ઇજા.

Share

ઝધડીયા તાલુકાના રાજપારડી ગામથી ભાલોદ જવાના માર્ગ પર વણાકપોર ગામ નજીક એક ટ્રક ચાલકે એક મોટરસાયકલને અડફેટમાં લેતા મોટરસાયકલ ચાલકને ઇજાઓ થતાં રાજપારડી પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવારની જરૂર જણાતા ભરૂચ ખાનગી દવાખાને લઇ જવાયો હતો.આ અંગે નવીજરસાડ તા.ઝધડીયાના વિરેન્દ્રસિંહ રાઠોડે રાજપારડી પોલીસમાં લખાવેલ ફરિયાદ મુજબ તા.૧૭ મીના રોજ સવારે નવેક વાગ્યાના અરસામાં તેમનો પુત્ર પુષ્પદિપસિંહ મોટરસાયકલ લઇને નોકરી જવા નીકળ્યો હતો ત્યારે વણાકપોર ગામ નજીક રાજપારડી તરફથી આવતી એક ટ્રકના ચાલકે આ મોટરસાયકલ ચાલકને અડફેટમાં લેતા પુષ્પદિપસિંહ નીચે પડી જવા પામેલ.આ અકસ્માતમાં આ યુવકને પગના પંજામાં ઇજાઓ થવા ઉપરાંત પગની આંગળીઓમાં ફેકચર થયુ હતું.ઉપરાંત હાથની કોણી પાસે પણ ઇજાઓ થતાં આ ઇજાગ્રસ્ત યુવકને રાજપારડી પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવારની જરૂર જણાતા ભરૂચ ખાનગી દવાખાને લઇ જવાયો હતો.આ અકસ્માત સંદર્ભે રાજપારડી પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા છ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ડીંડોલી પોલીસ

ProudOfGujarat

ભરૂચ: ઝઘડિયા તાલુકાના દઢેરા ગામે એક અજાણી યુવતીનો ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર…

ProudOfGujarat

ગોધરા : એસ.ટી,એસ.સી, ઓ.બી.સી વર્ગની મહિલાઓને અન્યાય થઈ રહ્યો હોવાના આક્ષેપ સાથે મહિલા શક્તિ સેના દ્વારા ધારાસભ્ય સી.કે.રાઉલજીને આવેદન આપ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!