Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકા કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીના જન્મ દિવસ નિમિત્તે માસ્ક, સેનેટાઇઝરનુ વિતરણ કરવામાં આવ્યુ.

Share

હાલની વિશ્વવ્યાપી કોરોના મહામારી દરમિયાન લોકોએ કોરોના સંક્રમણથી બચવા માસ્ક સેનેટાઇઝરનો નિયમિત ઉપયોગ કરવો જરૂરી છે, ત્યારે તે અંતર્ગત આજરોજ ઝઘડિયા તાલુકા કોગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ અગ્રણી રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિત્તે ભરૂચ જિલ્લાના ઝઘડિયાના ચાર રસ્તા ખાતે કોરોના સંક્રમણ અટકાવી શકાય તેવા આશયથી શાકભાજી અને ફળો વેચનારા, ફેરીયાઓ, ચા નાસ્તાના લારી ગલ્લાવાળાને મફત માસ્ક સેનેટાઇઝરનુ વિતરણ કરવામાં આવ્યુ હતુ.

આ પ્રસંગે ઝઘડીયા તાલુકા કોંગ્રેસના ધનરાજ વસાવા, નટુભાઇ પરમાર, અનિલભાઈ પંડ્યા, ફિરદોશબેન મન્સુરી તેમજ મયુદ્દીનભાઈ સોલંકી દ્વારા જરૂરવાળી વ્યક્તિઓને માસ્ક તેમજ સેનેટાઈઝરનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લામાં કોરોના અતિ તીવ્ર ગતિએ વધ્યો કોરોના પોઝીટિવ દર્દીઓની સંખ્યા 35 જેટલી નોંધાય જાણો કયાં કેટલી !!

ProudOfGujarat

પંચમહાલ : જિલ્લાના શહેરા ખાતે આવેલી સરકારી વિનયન કોલેજના મેદાનમાં ઇન્ટર કોલેજ વોલીબોલ સ્પર્ધા યોજાઈ હતી

ProudOfGujarat

ભરૂચનાં અસ્મિતા વિકાસ કેન્દ્ર ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!