ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે ભરૂચ એલસીબી એ છાપો મારીને આંકડાના સટ્ટા બેટિંગનો જુગાર પકડીને ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા.
ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા જિલ્લામાં પ્રોહીબિશન અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નાબુદ કરવા મળેલ સુચના અંતર્ગત ભરુચ એલસીબી એ સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કર્યુ છે. એલસીબી પીઆઇ જે.એન.ઝાલાના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચની વિવિધ ટીમોની રચના કરીને ગુનાખોરી પકડવા અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી છે. દરમિયાન એલસીબી ની ટીમને મળેલ બાતમીના આધારે ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે ચોકડી ખાતે આંકડાનો સટ્ટા બેટિંગનો જુગાર ઝડપીને ત્રણ આરોપીઓની અટકાયત કરી હતી. રુ.૨૦૩૦૦ ના મુદ્દામાલ સાથે મહેશભાઇ રામસીંગભાઇ વસાવા રહે.રાજપારડી, મહેશભાઇ બચુભાઇ વસાવા રહે.રાજપારડી, રાજેશભાઇ ચતુરભાઇ વસાવા રહે.રાયસીંગપુરા તા.ઝઘડીયાની ધરપકડ કરી હતી. અન્ય એક આરોપી તોફિકભાઇ હાજીભાઇ દિવાન રહે.રાજપારડીને વોન્ટેડ જાહેર કરીને તેને ઝડપી લેવા કવાયત હાથ ધરવામાં આવી છે. તાલુકામાં વિવિધ સ્થળોએ એલસીબી ની રેઇડ દરમિયાન ઉપરાછાપરી જુગાર ઝડપાતા જુગારીયાઓમાં નાસભાગ મચી જવા પામી છે. કેટલાક બે નંબરીયા ભુગર્ભમાં ઉતરી ગયા હોવાની ચર્ચાઓ પણ જાણવા મળી છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ