Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા નજીક ઓવરલોડ માટી ભરીને જતી ત્રણ ટ્રકો ઝડપાઈ.

Share

ગઇકાલે ઝઘડિયા પોલીસ ઝગડિયા જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન માટી ભરીને જતી બે ટ્રકોને અટકાવીને તપાસ કરતા બંને ટ્રકોમાં ઓવરલોડ માટી ભરેલ હોવાનું જણાયુ હતું.ઉપરાંત પોલીસે અન્ય એક ટ્રક ઝઘડિયા ચાર રસ્તા પાસેથી ગફલતભરી રીતે હંકારવામાં આવતી હોવાનું જણાતા તેને અટકાવીને તેની ચકાસણી કરતા તેમાં પણ ઓવરલોડ માટી ભરેલી હોવાનું જણાયુ હતુ. જેથી તેની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઝઘડિયા પોલીસે વિનુ પ્રસાદ રામજી યાવન ઠાકોર અને સામજી વના કોરી બંને રહે. પુનગામ તા. અંકલેશ્વર અને છોટેલાલ રૂપલાલ કુશવાહ રહે. ઉતરાજ તા.અંકલેશ્વર વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર : પાટડીમાં આવારા તત્વો દ્વારા મસ્જિદમાં દારૂની બોટલ મુકતા મુસ્લિમ સમાજમાં રોષ.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે જુગાર રમતા સાત ઇસમો ઝડપાયા : બે ફરાર.

ProudOfGujarat

લખતરમાં 40 થી 60 વર્ષની મહિલાઓએ ખેલ મહાકુંભમાં ભાગ લીધો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!