Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડિયા તાલુકાના દરીયા ગામે બે ભેંસ અને બે પાડીયા ચોરાયા.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના દરિયા ગામે બે ભેંસો અને પાડીયા મળીને કુલ ચાર પશુઓ રાત્રી દરમિયાન ચોરાઇ ગયા હોવાની ઘટના બનવા પામી છે.

મળતી વિગતો મુજબ દરીયા ગામે રહેતા રમેશભાઇ અમરસિંહભાઈ વસાવાનો ખેતી અને પશુપાલનનો વ્યવસાય છે.તેમની પાસે બે મહેસાણી જાતની ભેસ તથા તેના બે પાડીયા હતા. ગઇકાલે રાત્રીના સમયે ભેંસોને ઘાસચારો નાખીને તેઓ સુઈ ગયા હતા.વહેલી સવારે તેઓ જાગ્યા ત્યારે જે સ્થળે ભેંસો બાંધેલી હતી તે સ્થળે બંને ભેંસો તથા તેના બે પાડીયા જણાયા નહિ, તેથી તેમણે પરિવારના અન્ય સભ્યો સાથે આજુબાજુમાં તપાસ કરી પરંતું ભેંસો અને પાડીયાની કોઇ ભાળ મળી નહતી. જેથી આ પાલતુ પશુઓ ચોરાયા હોવાની ખાતરી થતાં તેમણે ઝઘડિયા પોલીસમાં આ અંગે ફરિયાદ લખાવી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

માંગરોળ : આજથી વિદ્યા મંદિરનાં દ્વાર ખુલતા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો.

ProudOfGujarat

ગોધરા પાલિકાનાં કર્મચારીઓને ધારાસભ્ય સી.કે.રાઉલજી દ્વારા PPE કીટ આપવામાં આવી.

ProudOfGujarat

બે ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો..જાણો ક્યાં ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!