Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા પોલીસ સ્ટેશનના ત્રણ વોન્ટેડ આરોપીઓ દઢાલથી ઝડપાયા.

Share

ઉચ્ચ પોલીસ અધિકારીઓ તરફથી ભરુચ જિલ્લામાં વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવા મળેલ સુચના અંતર્ગત અંકલેશ્વર રૂરલ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે ઝઘડીયા પોલીસ સ્ટેશનના એટ્રોસીટી એકટ મુજબના ગુનાના ત્રણ વોન્ટેડ આરોપીઓ રોકીકુમાર દલસુખભાઇ વસાવા રહે.ગામ મુલદ,તા.ઝઘડીયા,જિ.ભરૂચ કિશનભાઇ ઉર્ફે મીશુ કંચનભાઇ વસાવા હાલ રહે.ગામ મુલદ, મુળ રહે.બોરભાઠા, તા.અંકલેશ્વર અને સલમાનભાઇ નશીરભાઇ ગરાસીયા રહે.ગામ ગોવાલી તા.ઝઘડીયા, દઢાલ નજીક સાગબારા ફાટક પાસે એક ચાની લારી પાસે હાજર છે. પોલીસે બાતમી મુજબના સ્થળે તપાસ કરતા તેઓ મળી આવતા આ આરોપીઓને હસ્તગત કરીને કારદેસર કાર્યવાહી હાથ ધરી હતી. આ કથિત આરોપીઓ ઝઘડીયા પોલીસ સ્ટેશનમાં નંધાયેલ ગુના અંતર્ગત છેલ્લા એક મહિનાથી નાસતા ફરતા હતા.

ગુલામહુશેન ખત્રિ રાજપારડી, ભરૂચ

Advertisement

Share

Related posts

ગોધરા : રકતદાન કરવાની સદી મારી ચૂકેલા હોતચંદ ધમવાણી, અન્ય લોકો માટે પ્રેરણારૂપ.

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં લોક ડાઉનમાં કેટલીક દુકાનો શરૂ કરવાની છૂટછાટમાં છબરડો.

ProudOfGujarat

લીંબડી નેશનલ હાઈવે પર 1.7 કરોડની લૂંટ કેસમાં ચાર આરોપી ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!