ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના જીઆઈડીસી વિસ્તારમાં આવેલ કપલસાડી ગામે આજે બપોરના સમયે એક મકાનમાં કોઇ કારણોસર આગે દેખા દીધી હતી. જે સ્થળે આગ લાગી હતી તેની આજુબાજુ કાચા મકાન હોવાથી બીજા ચાર મકાનો પણ આગની લપેટમાં આવી ગયા હતા. ગ્રામજનોએ આગ બુઝાવવાના પ્રયત્નો કરવા છતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા જીઆઇડીસીના અગ્નિશામક બંબાઓ બોલાવાયા હતા. ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવતા આ સિવાયના બીજા મકાનો બચી ગયા હતા.
આગની લપેટમાં આવેલ મકાનોનો ઘરવખરી ઉપરાંત અન્ય સામાન સળગીને રાખ થઇ જતા આ ગરીબ પરિવારોને મોટુ નુકશાન થયુ હતુ. ઘરના સભ્યો સમયસૂચકતા દાખવીને ઘરની બહાર નીકળી જતાં જાનહાનિ ટળી હતી, આગના બનાવમાં પાંચ પૈકી ચાર મકાનો સંપૂર્ણપણે બળીને રાખ થઇ ગયા છે. આગની આ ઘટનામાં સદભાગ્યે કોઈ જાનહાની નથી થઇ. ઝઘડિયા જીઆઇડીસીના ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું મનાઇ રહ્યુ છે. આ લખાય છે ત્યાં સુધી આ ઘટના અંગે હજુ કોઇ પોલીસ ફરિયાદ લખાઇ નથી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ
ઝઘડીયા તાલુકાના કપલસાડી ગામે પાંચ મકાનો આગની લપેટમાં…
Advertisement