૧૯૭૨ માં પ મી જૂને સ્ટોકહોમ ખાતે સમગ્ર વિશ્વના પ્રતિનિધિઓ પર્યાવરણની જાળવણી માટેની ચર્ચા માટે એકઠા થયા, અને પર્યાવરણની જાળવણી માટે કટિબદ્ધ થવા નિર્ણય લેવાયો. તેમજ પર્યાવરણની જાળવણી માટે એક જાહેરનામુ બહાર પડાયુ. તેના ભાગરૂપે સંયુક્ત રાષ્ટ્રસંધ દ્વારા તા. ૫ મી જૂનના દિવસને “વિશ્વ પર્યાવરણ દિન ” તરીકે ઊજવવાનું નક્કી કરવામાં આવ્યું.
આજે વિશ્વ પર્યાવરણ દિવસ હોઇ, ઉમલ્લા દુ.વાઘપુરા ખાતે ઉજવણી કરવામાં આવી. ભરૂચ જિલ્લા પંચાયતના સભ્ય મહેન્દ્ર સિંહ વાસદીયાના સહયોગથી આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઉમલ્લાના અલગ અલગ વિસ્તારોમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણની સુરક્ષા તેમજ વૃક્ષોનું જતન કરવાનો સંકલ્પ લઇને વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉમલ્લાના પીએસઆઈ વી.આર.ઠુમ્મર, ભારતીય જનતા પાર્ટીના આગેવાન રશ્મિકાંત પડ્યા, ઉમલ્લાના સરપંચ દશરથભાઈ વસાવા તેમજ દુ.વાઘપૂરાના તલાટી ઉદેસિંહ વસાવા સહિત ગામ અગ્રણીઓ હાજર રહ્યા હતા.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ