ઉચ્ચ પોલીસ અધિકારીઓની સુચના અંતર્ગત હાલમાં ભરૂચ જીલ્લામાં સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા નકલી ડોકટરો પર કાયદાકીય કાર્યવાહી કરવાની કામગીરી જોરશોરથી ચાલી રહી છે. તેના અનુસંધાને પીએસઆઇ બી.ડી.વાઘેલાના માર્ગદર્શન હેઠળ ભરુચ પેરોલ ફર્લો સ્કોડની ટીમ ઝઘડીયા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમીના આધારે સુધાંગશુ સશાંક બિસ્વાસ ઉ.વ. ૪૦ હાલ રહે. ફુલવાડી, ત્રણ રસ્તા તા.ઝઘડીયા, જી.ભરૂચ મુળ રહેવાસી પશ્ચીમ બંગાળનો કોઈ પણ જાતની તબીબી ડિગ્રી વિના એલોપેથિક દવાઓ, મેડીકલના સાધનો તથા ઇન્જેક્શન સાથે કુલ મળીને રૂ. ૧૬,૧૫૬ ના મુદ્દામાલ સાથે મળી આવતા તેને અટકમાં લીધો હતો.અને તેના વિરૂધ્ધ ઝઘડીયા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આની સાથે હાલ ઝઘડીયા તાલુકામાંથી ત્રણ જેટલા બોગસ તબીબો ઝડપાયા છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ