Proud of Gujarat
FeaturedGujaratINDIA

વિશ્વ શાંતિના કલ્યાણ અર્થે ૩૪ વષૅથી અખંડિત રામધુન ચલાવતા સંત દલસુખ મહારાજનું નિધન થતાં ભારે શોક વ્યાપી જવા પામ્યો હતો.

Share

પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ-રાજપારડી રોડ પાસે આવેલ અને ઝઘડીયા તાલુકાના જેસપોર ગામે રહેતા અને સંસારીક જીવન નિર્વાહ કરતા સંત પુનીત મહારાજના પરમ શિષ્ય એવા દલસુખ મહારાજ કે જેઓ આદિવાસી સમાજને ધર્મનો રાહ ચિંધ્યો હતો,અને પારંપારિક આદિવાસી ભાષામાં જ ગામે-ગામ રામાયણની ગાથા રજુ કરીને આદિવાસી લોકોને ધાર્મિકતાના માગૅ તરફ વાળવાનું ભગીરથ કાર્ય કર્યુ હતું,જેઓના જેસપોર ગામમાં સન ૧૯૮૬ માં પરમ પુજ્ય મોરારીબાપુએ રામકથાનું રસપાન કરાવ્યું હતું,ત્યારથી લઇને આજદિન સુધી એકપણ મિનિટના વિરામ વગર દશસુખ મહારાજ અને ભક્તો સતત રામકથાનું પઠન કરી રહ્યા છે,જેમાં વયોવૃદ્ધ દલસુખ મહારાજની શારિરીક તંદુરસ્તી નાતંદુરસ્ત હોવાથી જેસપોર ગામે અંતિમશ્વાસ લેતા તેમનું નિધન થયું હતું, જેમાં જેસપોર મુકામે દલસુખ મહારાજનું નિધન આજુબાજુ વિસ્તાર રહીશોને માલુમ પડતા જેસપોર મુકામે તેમના પાર્થિવ દેહના દશૅનાથૅ હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડયા હતા,અને નર્મદા નદીના કિનારે ભાલોદ મુકામે અંતિમક્રિયા કરવામાં આવી હતી,જ્યારે અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા,અને સમગ્ર આદિવાસી સમાજમાં ભારે શોકનો માહોલ પ્રસરી જવા પામ્યો હતો.

Advertisement

Share

Related posts

નેત્રંગ : ખરાઠા ગામે પત્ની સાથેના આડા સબંધ રાખનાર પ્રેમીની હત્યા કરાઇ.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં કોરોનાનાં ઝડપી સંક્રમણને રોકવા ગોધરા શહેરમાં મેગા આરોગ્ય સર્વેની શરૂઆત કરાઈ.

ProudOfGujarat

ભરૂચની વડદલા આઇ.ટી.આઇ ખાતે નેશનલ એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!