Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાનાં પ્રાંકડ ગામે રોકડ અને સોના-ચાંદીના દાગીનાની ચોરી.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના પ્રાંકડ ગામે ગઇ રાત્રે એક મકાનમાં ચોરી થવા પામી હતી. તસ્કરો રોકડ રકમ તેમજ સોના-ચાંદીના દાગીના મળીને કુલ- રૂ.૨,૯૨,૯૦૦ નો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા. રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ નજીકના પ્રાંકડ ગામે રહેતા દિલિપસિંહ છત્રસિંહ પ્રાંકડાના મકાનના પાછળના ભાગે જાળીને લગાડેલ તાળુ મારવાના નકુચાને કોઇ સાધન વડે તોડીને તસ્કરો ઘરમાં પ્રવેશ્યા હતા અને તીજોરી ખોલીને તેમાં મુકેલ સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળીને કુલ રૂ.૨,૯૨,૯૦૦ નો મુદ્દામાલ ચોરી ગયા હતા. ગરમીમાં પરિવાર બહાર ઓટલા પર સુતુ હતુ ત્યારે તસ્કરો ઘરમાં હાથફેરો કરી ગયા હતા. ચોરી થયાનું જણાતા ઘર માલિક દિલિપસિંહ છત્રસિંહ પ્રાંકડા રહે.ગામ પ્રાંકડ તા.ઝઘડીયાએ રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવી હતી. રાજપારડી પીએસઆઇ જાદવ, નાયબ પોલીસ વડા ચિરાગ દેસાઇ તેમજ એલસીબી સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસે ડોગ સ્ક્વોડની મદદ લઇને તસ્કરોને ઝડપી લેવા કવાયત હાથ ધરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

રંગરેલીયા-ભરૂચની પૂર્વ પટ્ટીના ભાજપ નેતાનો સેક્સ કાંડ, વીડિયો વાયરલ થતા હડકંપ

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં પનોતા પુત્ર અને સાંસદ સ્વ. અહેમદભાઈ પટેલને શ્રદ્ધાંજલી અર્પવા પિરામણ ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડયા.

ProudOfGujarat

ભરૂચમાં કોરોના યથાવત : જિલ્લામાં નવા 143 કેસ સાથે કોવિડ સ્મશાને 33 ને અગ્નિદાહ અપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!