Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડિયા તાલુકાના એક ગામે સગીરાને પટાવીને લગ્નની લાલચ આપી એક ઈસમ ભગાડી ગયો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના એક ગામે રહેતી એક સગીરાને એક ઇસમ પટાવીને લગ્ન કરવાની લાલચ આપીને ભગાડી ગયો હોવા બાબતની ઘટના બનવા પામી છે.

મળતી વિગતો મુજબ આ સગીરા ગત તા.૨૪ મીના રોજ ધરના વાડામાં સ્નાન કરવા ગઇ હતી. ત્યારે સગીરાની એકલતાનો લાભ લઇ‌ને ‌રાહુલ ઉર્ફે ભોલા વિરસીંગ વસાવા નામનો ઇસમ તેને પટાવી ફોસલાવીને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો. આ બાબતની જાણ સગીરાના પરિવારને થતાં તેમણે ગામમાં તથા સંબંધીઓને ત્યાં સગીરાની શોધખોળ કરી હતી, પરંતુ તે મળી ન હતી. જેથી ગઇકાલે સગીરાની માતાએ ‌રાહુલ ઉર્ફે ભોલા વિરસીંગ વસાવા નામના ઈસમ વિરુધ્ધ ઉમલ્લા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

અંકલેશ્વર જીઆઇડીસી માં ડુપ્લીકેટ જંતુનાશક દવા બનાવવા નું કૌભાંડ ઝડપાયું.

ProudOfGujarat

વડોદરા : કામ ન થતા ભાજપના કોર્પોરેટરનો પોતાની સત્તા પાર્ટી સામે અનોખો વિરોધ..જાણો શું?

ProudOfGujarat

વડોદરામાં વિશ્વામિત્રી નદી કિનારે કુદરતી હાજતે ગયેલા યુવાન પર મગરે હુમલો કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!