ભરુચ જિલ્લાના ઝઘડીયા ખાતેની જીઆઇડીસીમાં આવેલ કેએલજી નામની કંપનીમાં થોડા સમય અગાઉ થયેલ ચોરીનો ભેદ ઝઘડીયા પોલીસની તપાસ દરમિયાન ઉકેલાયો હતો.મળતી વિગતો મુજબ કેએલજી કંપનીમાં તા.૧૨ મી એપ્રિલના રોજ રુ.૧૦૪૦૦૦ ની કિંમતના લોખંડની ચેનલ, બીમ અને એંગલ ચોરાયા હતા.આ બાબતે ઝઘડીયા પોલીસમાં ફરિયાદ લખાવા પામી હતી.ત્યારબાદ ઝઘડીયા પીઆઇ પી.એચ.વસાવાના માર્ગદર્શન હેઠળ પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી.દરમિયાન આ ગુના અંતર્ગત તા.૨૬ મી મે નારોજ સરમુખભાઇ દલપતભાઈ વસાવા અને રોહિતભાઇ શનાભાઇ વસાવા બન્ને રહેવાસી ગામ રડેરી તા.ઝઘડીયા જિ.ભરૂચની ચોરાયેલા મુદ્દામાલ પૈકી રુ.૧૧૫૫૬ ની કિંમતના મુદ્દામાલ સાથે ઝઘડીયા પોલીસે ધરપકડ કરી હતી.પોલીસના જણાવ્યા મુજબ આ ગુનામાં હજી ત્રણ કથિત આરોપીઓની ધરપકડ કરવાની બાકી છે.
Advertisement