Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજ્યમાં માસ્કનાં દંડને બદલે માસ્ક પહેરવા જનતાને સજાગ કરવા જરૂરી.

Share

કોરોના સંક્રમણને વધતુ અટકાવવા માસ્ક જરુરી ગણાય છે. કોરોના મહામારીના આ સમયગાળા દરમિયાન માસ્ક ન પહેરનારને રૂ.એક હજારનો દંડ ફટકારવાનો નિયમ છે.

અત્રે ઉલ્લેખનીય છેકે કોરોના મહામારીના શરુઆતના સમયે દેસવ્યાપી લોકડાઉન જાહેર કરાયુ હતુ. ત્યારબાદ પણ ઘણા સ્થળોએ સ્વૈચ્છિક લોકડાઉનો થયા હતા. લોકડાઉનની પરિસ્થિતિ ઉપરાંત કોરોના મહામારીને લઇને તેની અસર સ્વાભાવિક રીતે લોકોના ધંધા રોજગાર પર પણ પડી છે. આવી વિકટ પરિસ્થિતિ વચ્ચે ગરીબ અને મધ્યમ વર્ગના ઘણા પરિવારોને માટે ગુજરાન ચલાવવુ કઠીન બની ગયુ છે, ત્યારે શહેરી વિસ્તારો ઉપરાંત ગ્રામ્ય સ્તરે પોલીસ દ્વારા ઠેરઠેર વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવતી હોવાનું લાંબા સમયથી દેખાઇ રહ્યુ છે. માસ્ક ન પહેર્યુ હોય તો એક હજાર રૂપિયાનો દંડ ઉપરાંત વાંહનો ડિટેઇન કરવાની કાર્યવાહીથી લોકોને માટે પડતા પર પાટુ જેવો ઘાટ થઇ રહ્યો છે. હા, કોરોના સંક્રમણને વધતુ અટકાવવા માસ્ક એક મહત્વનું હથિયાર છે એ વાત પણ દીવા જેવી સ્પસ્ટ છે જ, પરંતુ તેની આડમાં થતાં એક હજાર રુપિયાના દંડમાંથી લોકોને છુટકારો આપવો જોઇએ. માસ્ક ન પહેરનારને સમજાવીને જાગૃત કરીને માસ્કનું મહત્વ સમજાવી શકાય. ઉપરાંત વાહનો ડિટેઇન કરીને આરટીઓ ના મેમા આપવાની કામગીરી બંધ થાય એવું જનતા ઇચ્છી રહી છે. કોરોના મહામારીમાં લોકોની આર્થિક આવક ઘટી છે, કેટલાકની તો આવક જ બંધ થઇ ગઇ છે, ત્યારે તેમાં વાહનોના મેમાઓનો દંડ ભરવા ગરીબ જનતા પૈસા ક્યાંથી લાવે ? લાંબા સમયથી જનતા ઠેરઠેર થતાં વાહન ચેકિંગને પગલે ભયભીત બનેલી જણાય છે. ચાર પાંચ કિલોમીટર દુર આવેલ બજારમાં ખરીદી કરવા જવું હોયતો બાઇક લઇને જ જવું પડે ! પરંતુ લોકોમાં ડર ફેલાયેલો સ્પસ્ટપણે દેખાઇ રહ્યો છે કે જો બાઇક ડિટેઇન થઇ જશે તો દંડ ભરવા પૈસાનો બંદોબસ્ત કરવો પડશે ! ત્યારે આ બાબતને તાકીદની જરુર ગણીને વાહન ચેકિંગ અને માસ્કના દંડમાં હળવાશ મુકીને છુટછાટ અપાય તે જરુરી છે.જાણવા મળ્યા મુજબ ઘણા સ્થળોએ આ બાબતે પોલીસ અને જનતા વચ્ચે ઘર્ષણના બનાવો બનતા હોવાની ચર્ચાઓ પણ ઉઠવા પામી છે.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

ભરૂચ સબ જેલમાંથી વચગાળાનાં જામીન પરથી ફરાર આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ

ProudOfGujarat

ભરૂચ: પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઈ અંકલેશ્વરમાં કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન..!:

ProudOfGujarat

અમદાવાદ : કોરોનાની દહેશત વચ્ચે કાંકરીયા કાર્નિવલનો સમય બદલવામાં આવ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!