ભરૂચ જિલ્લાના ઝધડીયા તાલુકામાં આવેલ ખારીયા ગામ પાસે કરજણ જળાશયની માઇનોર કેનાલ આવેલ છે જેમાં છેલ્લા કેટલા દિવસોથી કોઈ સમારકામ કરવામાં આવ્યું ન હોવાથી જેને કારણે નેહરમાં ભંગાણ પડતા પાણી સાઈડમાંથી વહેવા લાગ્યું હતું. આસપાસ આવેલા ખેતરો માઇનોર કેનાલ પર નિર્ભર હતા પરંતુ પાણી ખેતરો સુઘી પૂરતું પાણી પહોંચતું ન હતું જેને પગલે ખેડૂતોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. જોકે આ નેહરનું કેટલા સમયથી કરજણ જળાશય દ્વારા કોઈપણ સમારકામ ના થયું હોઈ યોગ્ય બાંધકામ ના થવાથી તેમાં ભંગાણ પડતા પાણી રોડની સાઈડ પરથી વહી રહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લાના ઝધડીયા તાલુકા ખાતે એક માત્ર ખેડૂતો માટે સંજીવની ગણાતી કરજણ જળાશય યોજના હોવાથી આની યોગ્ય તંત્ર કાળજી રાખે તે અતિ મહત્વનું છે જેથી તંત્રને ખેડૂતો દ્વારા વહેલી તકે માઇનોર કેનાલનું સમારકામ કરવા અંગે વિનંતી કરવામાં આવી હતી.
ઝઘડિયાના ખારિયા ખાતે આવેલ કરજણ માઇનોર કેનાલમાં ભંગાણ પડતા હજારો લીટર પાણી વેડફાયું : ખેડૂતોમાં ચિંતાનો માહોલ.
Advertisement