વાવાઝોડાના કારણે ખેતીના પાકને નુકશાન થતા પાક નિષ્ફળ જવા પામ્યો છે, આવી પરિસ્થિતિમાં આપ કિસાન સંગઠન ગુજરાત દ્વારા ઝઘડીયા નાયબ કલેકટરને એક આવેદનપત્ર આપી પાક ધિરાણનુ સંપૂર્ણ દેવુ તથા લોન માફ કરવા રજુઆત કરવામાં આવી છે. આવેદનપત્રમાં જણાવાયુ છે કે ચાલુ વર્ષે વાવાઝોડાના કારણે સહકારી બેંકો, રાષ્ટ્રીયકૃત બેંકોમાંથી લીધેલ પાક ધીરાણનું સંપૂર્ણ દેવુ, લોન માફ કરવી જોઇએ. નવું પાક ધિરાણ તાત્કાલિક ધોરણે ફાળવી આપવુ. ખેડૂતોની લોન ઉપર જે કુદરતી આફતના કારણે એકાદ હપ્તો કે પાક ધિરાણ મોડુ ભરવામાં આવે છે એની ઉપર સીબીલ દ્વારા ચકાસણી કરવામાં આવે છે તે ચકાસણી બંધ કરવી. એગ્રીકલ્ચર લોન પર સીબીલની ચકાસણી થવી જોઈએ નહીં. ખેડૂતોના પાકને પોષણક્ષમ ભાવ મળવા જોઈએ. દરેક વેપારી ટેકાના ભાવથી ઉપર ખરીદી કરે અને નીચા ભાવે પાકની ખરીદી કરે તો તેના ઉપર સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. ગુજરાતના જે જીલ્લામાં વાવાઝોડાની અસર થયેલ છે તે જિલ્લાના ખેડૂતોને બિયારણ રાહત દરે મળવું જોઈએ. આપ કિસાન સંગઠન ગુજરાત દ્વારા આવેદનપત્રની નકલ રાજ્યપાલ, મુખ્યમંત્રી, આરબીઆઈ રીજીઓનલ ઓફિસર ને પણ મોકલવામાં આવી છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ