Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા : ઉમલ્લા નજીક ફોર વ્હીલ ગાડી અને એકટીવા વચ્ચે અકસ્માતમાં આધેડનું મોત.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી અને ઉમલ્લા વચ્ચે ધોરીમાર્ગ પર હરીપુરા ગામના બસ સ્ટેન્ડ નજીક આજે સવારે દસેક વાગ્યાના અરસામાં ઉચ્છબ ગામના એક આધેડ વયના ઇસમનું અકસ્માતમાં મોત થયુ હતુ. ઉમલ્લા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો મુજબ નજીકના ઉચ્છબ ગામે રહેતા મણિલાલ મિસ્ત્રી એકટીવા ગાડી લઇને આજે સવારે હરીપુરા ગામના બસ સ્ટેન્ડ નજીક આવેલ મંદિરે દર્શન કરવા ગયા હતા, દરમિયાન મંદિરની સામેના રોડ પર એકટીવા લઇને પસાર થતાં હતા ત્યારે રાજપારડીથી ઉમલ્લા તરફ આવવાના રોડ પર રાજપારડી તરફથી આવતી એક ફોર વ્હીલ ગાડીના ચાલકે એકટીવા સાથે અકસ્માત સર્જતા એકટીવા ચાલક મણિલાલભાઇ એકટીવા સાથે રોડ પર ફંગોળાયા હતા. તેમને માથામાં તેમજ બંને પગના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેમને ઉમલ્લા દવાખાને સારવાર માટે લઇ જવાયા હતા, જ્યાં તેઓને મૃત જાહેર કરાયા હતા. મૃતકના વડોદરા ખાતે નોકરી કરતા પુત્ર હિતેશકુમાર મણિલાલ મિસ્ત્રીએ આ અંગે ઉમલ્લા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર નીરવ મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા પ્રાથમિક શાળાઓમાં નોટબુકનું વિતરણ કરાયું.

ProudOfGujarat

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા તમામ જિલ્લા કલેકટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

ProudOfGujarat

ભરૂચ : અસનાવી ગામે ખેતરની ઓરડીમાં સંતાડેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!