અંકલેશ્વરમાં ડીવાયએસપી એમ.પી ભોજાણીના માર્ગદર્શન હેઠળ રાજપારડી પોલીસ મથકના પી.એસ.આઇ જાદવ તથા સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ દિલીપભાઈને બાતમી મળી હતી કે નજીકમાં આવેલા ભંગારીયાને એક વ્યક્તિ ખેત વપરાશના સાધનો વેચવા આવી રહ્યો છે આથી વોચ ગોઠવી હતી તે દરમ્યાન રાજપારડી આદિવાસી સ્મશાન ભૂમિ પાછળથી વ્યક્તિની મીણિયો થેલો લઈને આવતા પોલીસે રોકી તપાસ કરતા તે થેલામાંથી ટપક સિંચાઇના પાઈપો સહિતનો સામાન જેની કિંમત 6800 રૂપિયા તે ઉપરાંતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે પૂછપરછ કરતા સામાન લઈને આવનાર વ્યક્તિએ પોતાનું નામ સંજય બાબુભાઈ વસાવા રહેવાસી કાલીયાપુરા જણાવ્યું હતું. તેણે કબૂલાત કરી હતી કે તેનો મિત્ર સંજય શના વસાવા અને વિજય જયંતિ વસાવા રહેવાસી પીપદરા દ્વારા અગાઉ કૃષ્ણપરી ગામની સીમમાંથી આવાજ સામાનની ચોરી કરી સરખી વહેંચણી કરીને વેચી નાખ્યો હતો. જ્યારે રઝલવાડા ગામે મોબાઈલ ટાવરના પાઇપની પણ ચોરી કરી હતી આથી પોલીસે પાઈપો કબજે કર્યા હતા. પોલીસે કુલ બે ચોરીનો ભેદ ઉકેલી નાંખી 56,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.તેમજ બીજા પાંચ ગુનાની વિગતો મેળવી હતી અને ફરાર બંને આરોપીઓ સામે ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
ઝધડિયા તાલુકાના રાજપારડી વિસ્તારમાંથી આરોપીને ઝડપી લઇ બે ચોરીનો ભેદ ઉકેલી નાંખી પચાસ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
Advertisement