ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં લોકોએ ફેક્ચર તેમજ નાની મોટી ઈજાઓ થવા સમયે જરૂરી સારવાર માટે ભરૂચ, અંકલેશ્વર કે રાજપીપળા સુધી નજર દોડાવવી પડે છે, ત્યારે ઝઘડિયા તાલુકાના અવિધા ગામે કાર્યરત આરોગ્ય વર્ધક મંડળ દ્વારા ફિઝિયોથેરાપી અને રિહેબ હોસ્પિટલનો શુભારંભ અખાત્રીજના દિવસથી અવિધા ખાતે કરવામાં આવ્યો છે. આ હોસ્પિટલમાં ફેક્ચર, ફોઝન સોલ્ડર, ખભા કમર ગરદન એડીનો દુખાવો, ગાદી ખસી જવી કંપવા, લકવો, બાળ લકવા, સાંધાના રિપ્લેસમેન્ટ પછીની કસરતો વિગેરે તથા કોરોના વાયરસના સંક્રમણ પછી થતી તકલીફો શ્વાસ ચઢવો, રોજિંદી ક્રિયા કરવાની શક્તિ ઘટવી, વિગેરેને લગતા ઉપચાર હવે આરોગ્ય વર્ધક મંડળ સંચાલિત સ્વ. મોતીભાઈ શંકરભાઈ પટેલ ફિઝિયોથેરાપી અને રિહેબ હોસ્પિટલ ખાતે કરવામાં આવશે.આ હોસ્પિટલમાં અનુભવી તબીબો દ્વારા સારવાર આપવામાં આવશે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ