ભરૂચ જીલ્લાના ઝઘડીયા ખાતેની સેવા રૂરલ સંસ્થા દ્વારા ૧૮ ઓક્સિજન બેડ તથા ૧૨ સાદી પથારીવાળુ વિનામૂલ્ય કોવિડ સારવાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે.
સેવા રૂરલ સંસ્થા દ્વારા આરોગ્યની વિવિધ સેવાઓ ઝઘડીયા ખાતે તો ઉપલબ્ધ છે જ, પરંતુ હાલમાં ચાલી રહેલ કોરોના મહામારીમાં કોરોનાના દર્દીઓને સારી સારવાર મળી રહે તે માટે ગુમાનદેવ ખાતે વિનામૂલ્ય કુલ ૩૦ પથારી સાથેનું કોવીડ સેન્ટર શરૂ કરવામાં આવ્યુ છે. આ સારવાર કેન્દ્રની તા.૧૭ મીથી શરૂઆત કરવામાં આવી છે.હાલ કુલ ૩૦ પથારી પૈકી ૧૮ પથારી ઓક્સિજન વાળી અને ૧૨ સાદી પથારીની સગવડ રાખવામાં આવી છે. જે દર્દીઓનો કોરોના રીપોર્ટ પોઝિટિવ હશે અને દાખલ કરવાની જરૂર હશે તેવા દર્દીઓને ગુમાનદેવ ખાતે જીટીકે માં શરૂ કરવામાં આવેલ આ કોવિડ કેન્દ્રમાં દાખલ કરી જરૂરી ઓક્સિજન, દવાઓ તેમજ તબીબી સેવા ઉપરાંત લેબોરેટરીની સવલત ઉપલબ્ધ બનાવવામાં આવી છે.ઉપરાંત સારવારની સાથે સાથે દર્દીને સવાર-સાંજ ચા,
નાસ્તો, બે ટાઈમ ભોજન પણ વિનામૂલ્ય આપવામાં આપવામાં આવશે.અતિ ગંભીર દર્દીઓને ડોકટરના માર્ગદર્શન મુજબ અન્ય હોસ્પિટલમાં રીફર કરવામાં આવશે.આમ ઝઘડીયા અને તેની આસપાસના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને કોરોનાની સારવાર આપવા માટે સેવા રૂરલ સંસ્થા દ્વારા આ સારવાર કેન્દ્ર શરુ કરવામાં આવ્યુ છે. અત્યાર સુધી ઝઘડિયા તાલુકામાં ઓક્સિજન બેડ સાથેની કોઈ હોસ્પિટલ કાર્યરત નહીં હોવાથી ઝઘડિયા તાલુકાના દર્દીઓએ રાજપીપળા ભરૂચ, અંકલેશ્વર, સુરત અને વડોદરા સુધી ઈમરજન્સીમાં જવું પડતું હતું. પરંતુ સેવા રૂરલ દ્વારા શરૂ કરવામાં આવેલ આ કોવિડ હોસ્પિટલથી તાલુકાવાસીઓને ઈમરજન્સીના સમયમાં જરૂરી સેવાનો લાભ મળી શકશે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ
ઝઘડીયા સેવા રૂરલ દ્રારા ગુમાનદેવ ખાતે વિનામૂલ્યે સારવાર આપતુ કોવીડ સેન્ટર શરૂ કરાયું.
Advertisement