Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાવાઝોડાની અસર વચ્ચે ઝઘડીયા તાલુકામાં કમોસમી વરસાદથી તાલુકામાં ખેતીને વ્યાપક નુકશાનની ભીતિ.

Share

તાઉતે વાવાઝોડાની અસર વચ્ચે રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભર ઉનાળે ચોમાસુ બેઠુ હોય એવી સ્થિતિ સર્જાઈ છે.ભરૂચ જિલ્લાના વાગરા,જંબુસર અને હાંસોટ તાલુકાના દરિયા કાંઠાના ગામોના લોકોને સલામત સ્થળે પહોંચાડાયા હતા,જ્યારે ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં પણ તાઉતે વાવાઝોડાને પગલે ભર ઉનાળે ચોમાસુ બેઠુ હોય એવી પરિસ્થિતિ જોવા મળી છે.તાલુકામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.ભારે વરસાદના કારણે કેટલાક રેલવે ગરનાળાઓમાં પાણી ભરાયા છે.ત‍ાલુકામાં કમોસમી વરસાદને લઇને ખેતીને વ્યાપક નુકશાન થયુ હોવાની વાતો સામે આવી છે.ઝઘડીયા તાલુકામાં શેરડી અને કેળના પાક મોટા પ્રમાણમાં લેવાય છે.ઉપરાંત અનાજ કઠોળ ફુલો શાકભાજી વિ.પાકો પણ સારા પ્રમાણમાં લેવાય છે.હાલમાં ચાલી રહેલ વિશ્વવ્યાપી કોરોના મહામારીને લઇને મંદીનો માહોલ ફેલાયો છે,તેમાં તાઉતે વાવાઝોડાની અસરથી કમોસમી વરસાદ વરસતા ખેતીને વ્યાપક નુકશાન થયુ હોવાની વાતો ખેડૂત આલમમાંથી જાણવા મળી છે.મળતી વિગતો મુજબ કેળ,ઉનાળુ મગ, ડાંગર, તલ, કેરી, પપૈયાં, શેરડી જેવા પાકોને મોટુ નુકશાન થશે. ઉપરાંત પશુઓ માટેના ઘાસચારાને પણ વ્યાપક નુકશાન થવાની દહેશત વર્તાય છે.ચાલુ સાલે કેળના પાકનો ભાવ આમેય ઓછો હતો,જ્યારે વાવાઝોડાની અસરે કેળના પાકને મોટુ નુકશાન થતાં કેળ પકવતા ખેડૂતોએ બેવડુ નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.કેરી અને પપૈયાંનો અપરિપક્વ ફાલ પણ પવનથી નીચે પડી જતા અથાણાના શોખીનો માટે અથાણાનો સ્વાદ મોંઘો બનશે. મહત્વનો અને લાંબા ગાળાનો રોકડીયો પાક ગણાતી શેરડી પાકનું પણ ઝઘડીયા તાલુકામાં વિપુલ પ્રમાણમાં વાવેતર થાય છે.વાવાઝોડાની અસર વચ્ચે પવન અને કમોસમી વરસાદથી શેરડીના પાકને પણ મોટુ નુકશાન થશે. શેરડીનો પાક નીચો નમી પડવાની સાથે સાથે તેના મુળીયામાં પાણી ભરાવાના ક‍ારણે મુળીયા કોહવાવાની સમસ્યા પણ ઉદભવી શકે.ઉપરાંત શેરડી પાકના ઉતારમાં વજન ના પકડાતા તે બાબતે પણ ખેડૂતોએ મોટુ આર્થિક નુકશાન વેઠવુ પડે તેવી સ્થિતિ પણ સર્જાવા પામી છે.આ લખાય છે ત્યારે પણ તાલુકામાં પવન સાથે કમોસમી વરસાદ ચાલુ છે.પવન અને વરસાદના કારણે ઘણા સ્થળોએ વીજ પ્રવાહ પણ ખોરવાયો હોવાની વાતો જાણવા મળી છે.કેટલાક કાચા મકાનોમાં વરસાદી પાણી ટપકતા લોકો તકલીફમાં મુકાયા છે.નળીયા વાળા કાચા મકાનો પર નળીયા ઉપર પ્લાસ્ટિકની તાડપત્રી ઢાંકીને ઘરમાં પાણી ટપકતુ બંધ કરાતુ હોય છે.સામાન્યરીતે ચોમાસાના પ્રથમ વરસાદ બાદ બજારોમાં પ્લાસ્ટિકની તાડપત્રીનું વેચાણ થતું હોય છે.પરંતુ હાલ વાવાઝોડાની અસર વચ્ચે તાલુકામાં થઇ રહેલા ધોધમાર વરસાદને લઇને નળીયાવાળા મકાનોમાં પાણી ટપકતા પ્લાસ્ટિક ઢાંકવાની કામગીરી થતી પણ દેખાઇ રહી છે.કોરોના મહામારીને લઇને મંદીનો સામનો કરતી જનતા તાઉતે વાવાઝોડાની અસર વચ્ચે કમોસમી વરસાદનો અનુભવ કરવાની સાથે સાથે ખેતીમાં મોટું આર્થિક નુકશાન વેઠવાની દહેશત અનુભવી રહી છે.આ લખાય છે ત્યારે ઝઘડીયા તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે.કમોસમી વરસાદથી તાલુકામાં શરદી ખાંસીની સમસ્યા વકરી શકે એવી પણ દહેશત જણાય છે.આમ ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં કોરોના મહામારી વચ્ચે તાઉતે વાવાઝોડાની અસર જનજીવન પર સ્પષ્ટપણે દેખાઇ રહી છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

આર માધવનના મજબૂત અને સાચા વ્યક્તિત્વ, અભિનેતાએ તમાકુ બ્રાન્ડને સમર્થન આપવાની મોટી ઓફર નકારી કાઢી!

ProudOfGujarat

અમદાવાદ એરપોર્ટ પર ઓસ્ટ્રેલિયાના પી.એમ. નું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું સ્વાગત

ProudOfGujarat

અંકલેશ્વર : માંડવા પાટીયા પાસે આરામ હોટલના કંપાઉન્ડ સ્થિત ન્યુ પટેલ ઓટોમોબાઈલની દુકાનમાંથી ડુપ્લીકેટ ઈંધણના જથ્થા સાથે વિક્રેતાને ઝડપી પાડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!