આજરોજ ઝગડીયા તાલુકા ના APMC ખાતે શ્રી નમઁદા ખાંડ ઉધોગ સહકારી મંડળી લી. ધારીખેડા, તથા શ્રી નમઁદા ગૃપ ઝઘડીયા અને પદ્મશ્રી ડો.સુભાષ પાલેકરજી દ્વારા આયોજિત આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં મોટી સંખ્યામાં અનેક જિલ્લા માંથી ખેડૂતો હાજર રહ્યા હતાં. સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ જાગૃતિ અભિયાનમાં ખાસ ઓર્ગેનીક ખેતી પર ખાસ ભાર મુકવામાં આવ્યો હતો. જેથી શુદ્ધ દેશી ઓગેનીક ખાતરથી ખેતી કરી ઉત્પાદન કરવા માટે ગુજરાતમાથી કમસે કમ 60 લાખ ખેડૂતોએ એક સાથે સંકલ્પ લીધો હતો. આ કાર્યક્રમ સંદર્ભે મહામહીમ રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજી ગુજરાત રાજયનાઓ એ આ પ્રાકૃતિક કૃષિશ્રી નમઁદા ખાંડ ઉધોગ સહકારી મંડળી લી. તથા શ્રી નમઁદા સુગર ગૃપ તેમજ પદ્મશ્રી ડો. સુભાષ પાલેકર દ્વારા આયોજીત પ્રાકૃતિક કૃષિ જાગૃતિ અભિયાન શિબિર કાર્યક્રમ યોજાયો હતો. જાગૃતિ અભિયાન શિબિર ખાતે હાજરી આપી હતી. ઝઘડીયા તાલુકા APMC ખાતે પ્રાકૃતિક કૃષિ જાગૃતિ અભિયાન શિબિર યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ માં ખાસ એવા ગુજરાત રાજ્ય ના મહામહીમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી હાજર રહ્યા હતાં. આ સાથે આ કાર્યક્રમ સંદર્ભે પદ્મશ્રી ડો. સુભાષ પાલેકર, ભરતસિંહ પરમાર, સાંસદ મનસુખભાઈ વસાવા, નર્મદા સુગર ના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ, સંદિપ માગરોલા, અરુણસિહ રાણા, દુષ્યનત પટેલ, સહીતના મહાનુભાવો હાજર રહ્યા હતાં.
આ કાર્યક્રમને દિપ પ્રાગટયથી ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ શિબિરનો લાભ લેવા માટે દુર દુર થી મોટી સંખ્યામાં આવેલા ખેડૂતો મોટી સઁખ્યા માં હાજર રહ્યા હતાં.પ્રાકૃતિક કૃષિ જાગૃતિ અભિયાન શિબિર ખાતે ડો સુભાષ પાલેકર દ્વારા ખેતી અંગે ખાસ માહીતિ આપી હતી.જેમાં રાસાયણિક ખાતરથી થતી ખેતીથી અવનવી કેન્સર જેવી ઘાતક બિમારીયો ના લોકો ભોગ બને છે.જેનાથી લોકો ને માહિતગાર કરવામા આવ્યા હતા.
ઝઘડીયા તાલુકા ના APMC ખાતે પ્રાકૃતિક કૃષિ જાગૃતિ અભિયાન શિબિર યોજાયો..
Advertisement