ભરૂચ જિલ્લાના ઝઘડીયા ગામે કોમ્યુનિટી હોલ ખાતે વેન્ટિલેટર અને ઓક્સિજનની સુવિધા સહિતનું કોવિડ સેન્ટર શરુ કરવામાં આવશે. તા.૨૬ એપ્રિલના રોજથી અત્રે આ કોવિડ સેન્ટરની સુવિધા ઉપલબ્ધ બનાવાશે.
ઉલ્લેખનીય છે કે વિશ્વવ્યાપી કોરોના મહામારીનો હાલ બીજો તબક્કો ચાલી રહ્યો છે,ત્યારે ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યુ છે.ભરુચ જિલ્લામાંં પણ કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.ઝઘડીયા તાલુકામાં પણ કોરોના સંક્રમિત દર્દીઓ વધી રહ્યા છે,ત્યારે જિલ્લા ભાજપા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા અને સાંસદ મનસુખભાઇ વસાવાના માર્ગદર્શન હેઠળ ઝઘડીયા તાલુકા પંચાયતના પ્રમુખ રીનાબેન વસાવા અને ઉપપ્રમુખ પ્રકાશભાઇ દેસાઇએ આ બાબતે રજુઆત કરતા તાલુકામાં કોરોના મહામારી અંતર્ગત કોરોનાના દર્દીઓ માટે આ કોવિડ સેન્ટરની સુવિધા શરુ કરવામાં આવશે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ