ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના સારસા ગામે ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા બહાર પાડવામાં આવેલ એક જાહેર નોટિસ દ્વારા ગામના નાગરીકોને હાલમાં ચાલુ રહેલ કોરોના મહામારી અંતર્ગત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ કોવિડ ગાઇડલાઇનનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગ્રામ પચાયતના સરપંચ અંબાલાલ વસાવાએ એક જાહેર નોટિસ પ્રસિધ્ધ કરીને ગ્રુપ ગ્રામ પંચાયતના નાગરીકોને કોરોના મહામારી સંબંધિત નિયમોનુ સંપૂર્ણપણે પાલન કરવા અપીલ કરી છે. જે અંતર્ગત નિયમિત માસ્કનો ઉપયોગ કરવો, જાહેરમાં થુંકવુ નહિ, જાહેર જગ્યાએ ભીડ એકત્ર કરવી નહિ, લગ્ન તેમજ અન્ય પ્રસંગોએ સરકારની ગાઇડલાઇન મુજબ પરવાનગી લેવી, બહારથી આવનાર વ્યક્તિઓએ ગ્રામ પંચાયતના રજિસ્ટરમાં નોંધ કરાવવી તેમજ ગામમાં આવેલ પેટા આરોગ્ય કેન્દ્રમાં જરૂરી શારીરિક તપાસ કરાવવી જેવા સુચનો સાથે જાહેર જનતાજોગ નોટિસ બહાર પાડી હતી. માસ્ક વિના ફરતી વ્યક્તિઓ વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરાશે એમ જણાવાયુ હતુ.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ